GSRTC દ્વારા બિન સચિવાલય કલાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે વધુ બસો દોડાવશે
ગુજરાત(Gujarat)ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિન સચિવાલય કલાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દૈનિક સંચાલિત થતી સર્વિસો ઉપરાંત વધારાની 1000 જેટલી એક્સ્ટ્રા સર્વિસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવેલ છે
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC) અમદાવાદ વિભાગ ધ્વારા 24 એપ્રિલના રોજ 11.00 થી 1 સુધી દરમ્યાન બિન સચિવાલય કલાર્કની(Bin Sachivalay)પરીક્ષાને(Exam)ધ્યાને લઈ બસ સેવાનું વિશેષ આયોજન કર્યું છે. એસ ટી નિગમ દવારા અમદાવાદ ખાતેના રાણીપ તેમજ કૃષ્ણનગર બસ સ્ટેશન ખાતેથી રાજકોટ, સુરેન્દ્રનગર તરફના પરીક્ષાર્થીઓ માટે શિડયુલ બસ સિવાયની વધારાની એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ તે સિવાયના અન્ય જીલ્લાઓની વધારાની એકસ્ટ્રા બસોનું આયોજન અમદાવાદ સીબીએસ ગીતામંદિર બસ સ્ટેશન ખાતેથી કરવામાં આવ્યું છે. પરીક્ષા આપવા જતાં પરીક્ષાર્થીઓને હાલાકી ન પડે અને સુવિધા મળી રહે તેને ધ્યાને રાખી આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં 24 એપ્રિલ ના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિન સચિવાલય કલાર્કની પરીક્ષાના ઉમેદવારોને તેમના વતનથી પરીક્ષાના સ્થળે આવવા જવા માટે એસ.ટી સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તમામ બસ સ્ટેશનો ખાતેથી દૈનિક સંચાલિત થતી સર્વિસો ઉપરાંત વધારાની 1000 જેટલી એક્સ્ટ્રા સર્વિસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે વિનંતી કરી છે.
નીચે જણાવેલ સ્થળોથી શિડયુલ સિવાયની વધારાની નીચે જણાવેલ રૂટો માટે એક્સ્ટ્રા સર્વિસનો લાભ પરીક્ષાના ઉમેદવારોને મળવા પામશે. શિડયુલની રોજીદી સર્વિસોનું સંચાલન રાબેતા મુજબ ડેપો બસ સ્ટેશનથી થવા પામશે.
અમદાવાદ
રાણીપ બસ પોર્ટ તથા કૃષ્ણનગર બસ સ્ટેશન જ્યાં અમદાવાદ-રાજકોટ અમદાવાદ-સુરેન્દ્રનગર રૂટ.
ગીતામંદિર સી.બી.એસ જ્યાં રાજકોટ/ સુરેન્દ્રનગર સિવાયના અન્ય સ્થળો રૂટ.
રાજકોટ
શાસ્ત્રી મેદાન જ્યા રાજકોટ-ભાવનગર રૂટ.
રાજકોટ સી.બી.એસ જ્યાં ભાવનગર સિવાયના અન્ય સ્થળો રૂટ.
વડોદરા
વડોદરા સી.બી.એસ જ્યાં વડોદરા અમદાવાદ રૂટ. કીર્તિસ્તંભ-સમા-મકરપુરા અમદાવાદ તરફ રૂટ.
વધુમાં ઉમેદવારો પરીક્ષાના સ્થળે આવવા જવા માટે નજીકના ડેપોના ડેપો મેનેજરનો સંપર્ક કરી ગ્રુપ બુકિંગ દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા મેળવી શકશે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે. જેથી પરિક્ષાર્થી ચિંતા વગર મુસાફરી કરી પરીક્ષા ખંડ સુધી વગર કોઈ સંકોચે પહોંચી પરીક્ષા આપી શકે.
આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ટાસ્ક ફોર્સનો રિપોર્ટ રજૂ, કર્યા આ અવલોકનો
આ પણ વાંચો : અમદાવાદ : રાણીપ- ન્યુ રાણીપને જોડતા અંડરબ્રિજનું કામ પૂર્ણ ન થતા લોકોએ જ રસ્તો ખુલ્લો મુક્યો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો