ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ટાસ્ક ફોર્સનો રિપોર્ટ રજૂ, કર્યા આ અવલોકનો
સાબરમતી નદીમાં છોડાતા ગંદા અને ગટરના પાણીમાં પ્રદૂષિતતાનું પ્રમાણ વધ્યું હોવાનો પણ રિપોર્ટ રજૂ કર્યો હતો. જયારે કોર્પોરેશને કોર્ટને શહેરભરમાં 970 કિલોમીટરની વરસાદી પાણીની લાઈનો નંખાઈ હોવાનું જણાવ્યું હતી. તેમજ એમાં પ્રદૂષણનું પ્રમાણ સૂચવે છે કે ગેરકાયદેસર કનેક્શન છે.
ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે નિમેલી જોઇન્ટ ટાસ્ક ફોર્સનો(Task Force) રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 10 માંથી 5 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા સુધરી હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમજ હજુ પણ 5 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્દિષ્ટ ધોરણે પ્રમાણે કાર્યરત નહિં હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કોમન એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં હજુ વધુ સુધારાની આવશ્યકતા હોવા અંગે પણ રિપોર્ટ નોંધ કરવામાં આવી છે.
આ ઉપરાંત નદીમાં છોડાતા ગંદા અને ગટરના પાણીમાં પ્રદૂષિતતાનું પ્રમાણ વધ્યું હોવાનો પણ રિપોર્ટ રજૂ કર્યો હતો. જયારે કોર્પોરેશને કોર્ટને શહેરભરમાં 970 કિલોમીટરની વરસાદી પાણીની લાઈનો નંખાઈ હોવાનું જણાવ્યું હતી. તેમજ એમાં પ્રદૂષણનું પ્રમાણ સૂચવે છે કે ગેરકાયદેસર કનેક્શન છે. જેમાં કોર્ટે કોર્પોરેશનને કોન્ક્રીટ એક્શન પ્લાન વિના કશું સિદ્ધ નહિ થાય તેમ જણાવ્યું હતું. જ્યારે અત્યાર સુધીની તમામ મહેનત બેકાર જશે તેમજ કડકાઈથી કાર્યવાહી કરશો તો જ પરિણામ દેખાશે. જ્યારે અત્યાર સુધીમાં તમામની મહેનત છે એને બેકાર જવા ના દેવાય
આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 649 કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર 54 કિલોમીટર 6 લેન માર્ગનું લોકાર્પણ કર્યુ
આ પણ વાંચો : કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ, બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે મહિલાએ નોંધાવી ફરિયાદ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો