ગુજરાતમાં વર્ષની પ્રથમ લોક અદાલત યોજાઇ, કુલ 3,85,951 કેસોનો નિકાલ કરાતા કોર્ટ પર ભારણ ઘટ્યું
ગુજરાતની તમામ અદાલતોમાં વર્ષ 2023ની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સમગ્ર રાજ્યમાંથી પેન્ડીંગ 1,84,590 કેસો તથા પ્રી-લીટીગેશન 2,01,361 કેસો મળીને કુલ 3,85,951 કેસોનો નિકાલ કરવામાં આવ્યો. આ લોક અદાલતમાં સમાધાન રકમની જો વાત કરવામાં આવે તો કુલ 13,25,01,06,916 કરોડથી વધુ રકમના સમાધાન કરવામાં આવ્યા.
ગુજરાતની તમામ અદાલતોમાં વર્ષ 2023ની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સમગ્ર રાજ્યમાંથી પેન્ડીંગ 1,84,590 કેસો તથા પ્રી-લીટીગેશન 2,01,361 કેસો મળીને કુલ 3,85,951 કેસોનો નિકાલ કરવામાં આવ્યો. આ લોક અદાલતમાં સમાધાન રકમની જો વાત કરવામાં આવે તો કુલ 13,25,01,06,916 કરોડથી વધુ રકમના સમાધાન કરવામાં આવ્યા.
સુરત ખાતે કુલ 38,092 કેસોનો નિકાલ
જેમાં પ્રકારના આયોજનના કારણે રાજ્યની વિવિધ કોર્ટોમાં કેસોનું ભારણ ઘટાડી શકાયું છે, જુદી જુદી કોર્ટોની જો વાત કરવામાં આવે તો મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ ખાતે કુલ 1,30,271 કેસોનો નિકાલ થયેલ છે જે રાજ્યની તમામ અદાલતોમાં સૌથી વધુ છે. આ ઉપરાંત, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સુરત ખાતે કુલ 38,092 કેસોનો નિકાલ થયેલ છે. જે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે છે.
મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં લોક અદાલતમાં ફોજદારી કેસો
અમદાવાદ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં લોક અદાલતમાં ફોજદારી કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ- 138 ના કેસો (ચેક બાઉન્સના કેસો), લગ્ન સંબધીત તેમજ ભરણપોષણ અંગેના કેસો એવા વિવિધ પ્રકારના કુલ 41687 કેસો હાથ પર લેવામાં આવેલ. જેમાં આજ રોજ લોક અદાલતના દિવસે 23809 પેન્ડીંગ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે અને રૂ 2,79,75,63,408 ની રકમના કેસોમાં સમાધાન કરવામાં આવ્યું.
ઈ- ચલાનની રકમ ભરી ઈ-ચલાનનો નિકાલ કરેલ છે
આ ઉપરાંત મોટર વ્હીકલ એકટ –1998 અંતગર્ત ટ્રાફીક નિયમોના ઉલ્લંઘન સંદર્ભે અમદાવાદ ટ્રાફીક પોલીસ ઘ્વારા ઈશ્યુ કરવામાં આવેલ ઈ-ચલાન પૈકી પક્ષકારોના બાકી રહેલ ટ્રાફીક ઇ-ચલાન (ઈ-મેમો) અંગેની પ્રિ-લીટીગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જે અંતગર્ત પ્રી-સીટીંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં કુલ 1,04,806 પક્ષકારોએ ભાગ લઇ તેમના બાકી રહેલ ઈ- ચલાનની રકમ ભરી ઈ-ચલાનનો નિકાલ કરેલ છે.
બાકી નીકળતા લેણાં અંગેની પ્રિ-લીટીગેશન લોક અદાલતનું આયોજન
તેમજ વિવિધ બેંકો/ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયુટ નાઓના, તેઓના બાકી નીકળતા લેણાં અંગેની પ્રિ-લીટીગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ. આમ, રાષ્ટ્રીય લોક અદાલતમાં મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં પેન્ડીંગ 23,809 કેસો અને પ્રિ-લીટીગેશનના 1,06,462 કેસો એમ કુલ 1,30,71 કેસોનો નિકાલ કરવામાં આવ્યો.