AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ ખાતે 11 ડિસેમ્બરના રોજ પ્રથમવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન

ભારતના સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ માર્કેટને પ્રોત્સાહન આપવા તેમજ અને આવનારા બિઝનેસને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા 11 ડિસેમ્બરે અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ખાતે દેશની પ્રથમ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ક્લેવ રમતગમતની મહાશક્તિ રૂપમાં ભારતની ક્ષમતાને પ્રદર્શિત કરવા સાથે ગુજરાતી સાથે સાથે દેશના અન્ય ભાગોમાં સ્ટાર્ટઅપ અર્થતંત્ર રમતગમતની પ્રગતિને પણ વેગ આપશે.

અમદાવાદ ખાતે 11 ડિસેમ્બરના રોજ પ્રથમવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 5:04 PM
Share

ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ભારતમાં રમતગમતના વિકાસના ગુજરાત સરકારના વિઝનના અનુરૂપ રમતગમત અને વ્યવસાયની વચ્ચે તેમજ દેશમાં રમત વ્યવસાયના પરિદ્રશ્યમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓને માન્યતા આપશે. કોન્ક્લેવના મુખ્ય ઘટકોમાંનું એક સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ એવોર્ડ છે જેમાં ટોચના 3 વિજેતાઓને કુલ રૂ. 2.5 મિલિયન રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ વાઈબ્રન્ટ ગુજરાત ઈન્ડિયાના માર્કી ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટર સમિટની પરિકલ્પનામાં આ ફ્લેગશિપ ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે.

ભારતની અર્થવ્યવસ્થા પહેલેથી જ ઝડપથી વધી રહી છે અને મોર્ગન સ્ટેનલીના અહેવાલ મુજબ દેશ 2027 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે. ગ્રૂપએમ ઇએસપીના સ્પોર્ટિંગ નેશન રિપોર્ટ 2023 અનુસાર ભારતીય રમતગમત ઉદ્યોગનો ખર્ચ રૂ.14000 કરોડથી વધુનો થઈ ગયો છે.

કોન્ક્લેવનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ કોમ્યુનિટીને પ્રોત્સાહિત કરવાનો છે, જે ઇનોવેટિવ સ્ટ્રેટેજીસ, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને ટ્રાન્સફોર્મેટીવ પહેલોને પ્રકાશિત કરવા માટે કામ કરી રહી છે જે રમતગમત અને વ્યવસાયની દુનિયાની ગતિશીલતાને ફરીથી આકાર આપી રહી છે.

આ અનોખી તક ઘણા સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સને તેમની વ્યૂહરચના, યોજનાઓ, વૃદ્ધિ અને પ્રભાવ દર્શાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે કારણ કે પાંચ શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ્સને રોકડ પુરસ્કારો અને માર્ગદર્શન સાથે વિજેતાના રૂપમાં માન્યતા આપવામા આવશે.

ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત કોન્ક્લેવ ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી અને સ્પોર્ટ્સકોમ ઇન્ડસ્ટ્રી કોન્ફેડરેશન સાથે ભાગીદારી કરી છે અને iCreate, i-Hub દ્વારા સમર્થિત મજબૂત ઇન્ક્યુબેશન સેટઅપ છે જે ‘નેક્સ્ટ જનરેશન આંત્રપ્રિન્યોરશિપ’ની સુવિધા માટે ગુજરાત સરકાર સાથે કામ કરી રહ્યા છે.

જ્યારે i Hub એ તમામ સ્ટાર્ટઅપ હિતધારકો માટે ગુજરાત રાજ્યમાં અંતથી અંત સુધી ઇનોવેશન અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ વિકસાવવા માટેનું કેન્દ્ર બનવાની કલ્પના કરવામાં આવી છે, ત્યારે iCreate એ ગુજરાત અને સમગ્ર ભારતમાં ટેક ઇનોવેશન આધારિત સ્ટાર્ટઅપ્સને સફળ વ્યવસાયોમાં પરિવર્તિત કરવા માટેની ભારતની અગ્રણી સંસ્થા છે.

આ કોન્ક્લેવ રમતગમતની મહાશક્તિ રૂપમાં ભારતની ક્ષમતાને પ્રદર્શિત કરવા સાથે ગુજરાતી સાથે સાથે દેશના અન્ય ભાગોમાં સ્ટાર્ટઅપ અર્થતંત્ર રમતગમતની પ્રગતિને પણ વેગ આપશે. આનો ઉદ્દેશ્ય દેશના યુવાનોને સ્પોર્ટ્સ માર્કેટની વિશાળ વ્યાપારી ક્ષમતાને એક્સપ્લોર કરવા માટે પ્રેરણા આપવા અને મદદ કરવાનો પણ ઇરાદો ધરાવે છે.

ભારતના યંગ બિઝનેસ માઈન્ડને ટોપ સ્પર્શ પર્સન કોચીસ ઇન્ડસ્ટ્રીયલ લીડર્સ પોલીસી મેકર્સ અને સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેર પાસેથી ખૂબ જરૂરી માર્ગદર્શન મળશે જેઓ વક્તા અને પેનલલિસ્ટ તરીકે કોન્ક્લેવનો ભાગ બનશે. આ કોન્ક્લેવમાં મુખ્ય વક્તવ્ય, પેનલ ડિસ્કસન, પિચ કોમ્પિટિશન, ઇન્ટરેક્ટિવ વર્કશોપની ગતિશીલ લાઇન અપ પણ દર્શાવવામાં આવશે. આ સાથે ક્ષેત્રમાં નવીનતમ વલણો અને પડકારોની ચર્ચા કરતી વખતે સહભાગીઓને જ્ઞાન વહેંચવાની અને રોકાણ મેળવવાની તકો પણ મળશે.

આ પણ વાંચો : વર્લ્ડ કપમાં હાર બાદ નિરાશ ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં મળ્યા પીએમ મોદી, ગળે લગાવી આપી સાંત્વના

લોગો કરાયો લોન્ચ

ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ માટેનો સ્મારક લોગો ગુજરાતની ઝડપથી વધતી અર્થતંત્રના વાઇબ્રેન્ટ રંગો ધરાવતા ઝડપથી વિકસતા સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ સેક્ટરના સમાવેશી વિકાસ અને સતત વિકાસ માટે બિઝનેસ નેટવર્કિંગ જ્ઞાનની વહેંચણી અને વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વને દર્શાવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">