AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાદાની નહીં ખાખીની દાદાગીરી ! અમદાવાદમાં મહિલા PSI દ્વારા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને અન્ય jurisdiction ના પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારવાનો આરોપ, જુઓ Video

અમદાવાદમાં એક મહિલા PSI પર પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધ ગોપાલભાઈ દરજીને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારવાનો આરોપ લાગ્યો છે.

દાદાની નહીં ખાખીની દાદાગીરી ! અમદાવાદમાં મહિલા PSI દ્વારા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને અન્ય jurisdiction ના પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારવાનો આરોપ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2026 | 7:39 PM
Share

અમદાવાદમાં પોલીસ વિભાગની છબી ખરડતી એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) પર પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધ ગોપાલભાઈ દરજીને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર જ નિર્દયતાપૂર્વક ઢોર માર મારવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાએ પોલીસ બળ દ્વારા સત્તાના દુરુપયોગ અને નબળા વર્ગ પ્રત્યેના અત્યાચાર અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

ઘટનાની વિગતો અનુસાર, પીડિત ગોપાલભાઈ દરજી કે જેઓ દૃષ્ટિહીન છે, તેમણે બપોરના આશરે એક વાગ્યે એક સગીર બાળકને પેકેટ ચોરીની શંકાએ હાથ ખેંચીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની દૃષ્ટિ ન હોવાને કારણે ભૂલથી તેમનો હાથ બાળકના ગાલ પર અડી ગયો હતો. આ ઘટના બાદ બાળક અને તેના પિતાએ બોલાચાલી કરી અને મામલો વકર્યો. ચોંકાવનારી વાત એ છે કે આ સગીર બાળક ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSIનો દીકરો હોવાનું સામે આવ્યું. સગીરના પિતાએ 112 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી અને ગોપાલભાઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.

પીડિતને જોતા જ PSI એ તેમને માર મારવાનું શરૂ કરી દીધું

પોલીસ સ્ટેશનમાં ગોપાલભાઈને બપોરના એક વાગ્યાથી દોઢ વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. ગોપાલભાઈએ પોતાની ભૂલ બદલ માફી પણ માંગી હતી, પરંતુ તેમને કોઈ રાહત મળી નહોતી. સાંજે આશરે પાંચ વાગ્યે, મહિલા PSI પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમણે સીધા જ કોન્સ્ટેબલને ગોપાલભાઈ ક્યાં છે તે પૂછ્યું અને જોતા જ તેમને માર મારવાનું શરૂ કરી દીધું.

ગોપાલભાઈના જણાવ્યા મુજબ, મહિલા PSIએ તેમને ગાલ પર બે-ચાર થપ્પડો મારી, પગમાં દંડા માર્યા અને પોતાના બૂટ વડે પણ માર માર્યો. તેમને જમીન પર ઉંધા પાડીને પીઠ અને કમર પર પણ ભયંકર રીતે માર મારવામાં આવ્યો હતો. આ અત્યાચાર લગભગ પાંચથી સાત મિનિટ સુધી ચાલ્યો. આ સમયે એક અન્ય પોલીસકર્મીએ દખલગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલા PSIએ તેને વચ્ચે ન બોલવા માટે કહ્યું. વધુમાં, ગોપાલભાઈની આંખ પર પણ મુક્કો મારવામાં આવ્યો, જેના કારણે તેમની પહેલેથી જ નબળી દૃષ્ટિ પર વધુ અસર થઈ છે.

પાછળથી, કોઈએ ત્યાંના પીઆઈ (પોલીસ ઇન્સ્પેક્ટર)ને જાણ કરતા, પીઆઈએ આવીને માર મારવાનું બંધ કરાવ્યું અને માર મારનાર PSI પર કાર્યવાહી કરવાની ચેતવણી આપી. આ પછી ગોપાલભાઈને બેસાડી રાખવામાં આવ્યા હતા. માર મારવાને કારણે તેમના પગમાં એટલો બધો દુખાવો હતો કે તેઓ ઉભા પણ થઈ શકતા નહોતા.

PSI વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ

આ ઘટના બાદ, મહિલા PSI ગોપાલભાઈના ઘરે સમાધાન કરવા પહોંચ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, મીડિયાને જોતા તેઓ ત્યાંથી ચાલતી પકડી હતી. ગોપાલભાઈ દરજી પંચવટીની પાસે વ્યવસાય ચલાવે છે અને તેમના પરિવારે આ મહિલા PSI વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમગ્ર ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ અને ન્યાયી કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે.

લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી! સુરતમાં અમદાવાદની ટ્રાવેલ કંપની સામે ગુનો નોંધાયો

Follow Us
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">