Breaking News: સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ મુશ્કેલીમાં, સંરક્ષણ મંત્રાલયની NOC હજુ બાકી
બોલિવૂડના 'દબંગ' સ્ટાર સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ રિલીઝ પહેલા જ મોટી મુશ્કેલીઓમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. ગલવાન ઘાટીના સંઘર્ષ પર બનેલી આ ફિલ્મને હજુ સુધી સંરક્ષણ મંત્રાલય તરફથી મંજૂરી (NOC) નથી મળી, જેના કારણે ફિલ્મની રિલીઝ પર સવાલોના વાદળો ઘેરાયા છે.

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ હાલના દિવસોમાં ભારે ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મની રિલીઝ પહેલા જ મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.
ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ પર આધારિત આ ફિલ્મને હજુ સુધી સંરક્ષણ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળી નથી. અહેવાલો મુજબ, મંત્રાલય તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ન મળવાને કારણે ફિલ્મ સેન્સર બોર્ડ સુધી પણ પહોંચી શકી નથી.
BIG BREAKING-
#Maatrubhumi which had its second screening for Defence Ministry in early October is yet to get an NOC from authorities.The makers can’t apply to CBFC until they receive clearance. Dear #SalmanKhan time to move on from this movie, kyun time kharab kr rhe bhai https://t.co/a0yK6lwygt
— BEING ARUN (@Paneerbhujia) October 24, 2026
સલમાન ખાનની ફિલ્મને લઈને આવ્યું નવું અપડેટ
પહેલાં સલમાન ખાનની આ ફિલ્મનું નામ ‘બેટલ ઓફ ગલવાન’ રાખવામાં આવ્યું હતું. ઓક્ટોબરની શરૂઆતમાં અહેવાલો આવ્યા હતા કે, ફિલ્મને સેન્સર બોર્ડ પાસે મોકલવાની તૈયારી ચાલી રહી છે. જો કે, સંરક્ષણ મંત્રાલયની મંજૂરી હજુ બાકી છે. હવે જ્યાં સુધી NOC ન મળે ત્યાં સુધી નિર્માતાઓ સેન્સર સર્ટિફિકેટ માટે અરજી કરી શકતા નથી.
આ ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયાએ કર્યું છે અને તેમાં સલમાન ખાન ભારતીય સેનાના એક અધિકારીની ભૂમિકા ભજવી રહ્યા છે. અહેવાલો મુજબ, વર્ષ 2026ના મધ્યમાં ફિલ્મને પહેલીવાર સંરક્ષણ મંત્રાલય સમક્ષ દર્શાવવામાં આવી હતી. સેના સાથે જોડાયેલી ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી અને વેબ સિરીઝ માટે આ પ્રકારની સ્પેશિયલ સ્ક્રીનિંગ ફરજિયાત હોય છે.
#SalmanKhan once said, “Matrabhumi Picture ki Maa ki Aankh!” Couldn’t agree more!
#Maatrubhumi’s second screening before the Defence Ministry took place in early October, but the NOC is STILL PENDING!
Without the NOC, the makers can’t even approach the CBFC for Certification and lock a Release Date!
— Random Cine Mood (@RandomCineMood) October 24, 2026
દાવો કરવામાં આવ્યો છે કે, આ પહેલી સ્ક્રીનિંગ દરમિયાન મંત્રાલયે ફિલ્મમાં કેટલાક ફેરફારો કરવાનું સૂચન કર્યું હતું. ત્યારબાદ મેકર્સે તે સૂચનો મુજબ કેટલાક દ્રશ્યોનું ફરીથી શૂટિંગ પણ કર્યું હતું. ફિલ્મના નામ, પાડોશી દેશને દર્શાવવાની શૈલી અને વાર્તાની રજૂઆતમાં પણ ફેરફાર કરાયા હોવાની માહિતી છે.
આ મહિનાની શરૂઆતમાં સલમાન ખાન, અપૂર્વ લાખિયા અને તેમની ટીમે ફિલ્મનું નવું વર્ઝન મંત્રાલયને મોકલ્યું હતું પરંતુ ત્યારથી લઈને મંજૂરી અંગે કોઈ નવી માહિતી સામે આવી નથી.
ક્યારે થશે રિલીઝ?
તમને જણાવી દઈએ કે, હજુ સુધી ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ ની રિલીઝ તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. ફેન્સને આશા છે કે, મેકર્સ ટૂંક સમયમાં જ આ અંગે મોટી જાહેરાત કરશે.
નોંધનીય છે કે, આ વર્ષે સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં મોટા પડદા પર જોવા મળ્યો નથી. તે માત્ર ‘રાજા શિવાજી’ અને ‘7 ડોગ્સ’માં કેમિયો રોલ કરતા જોવા મળ્યો હતો. જો કે, હવે ફેન્સ સલમાન ખાનની આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
