Ahmedabad માં રોગચાળો વકર્યો, કોર્પોરેશને અનેક એકમોને નોટિસ આપી 25 લાખ દંડ વસુલ્યો

શહેરમાં 1572 જેટલા વિવિધ કન્સ્ટ્રકશન કોમર્શિયલ હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા એકમોને ચેક કરી 1040ને નોટિસ અપાઈ. તેમજ 25 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે.

Ahmedabad માં રોગચાળો વકર્યો, કોર્પોરેશને અનેક એકમોને નોટિસ આપી 25 લાખ દંડ વસુલ્યો
Epidemic broke out in Ahmedabad (File Photo)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 02, 2021 | 7:48 PM

અમદાવાદ(Ahmedabad ) શહેરમાં ચોમાસુ આવતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો(Epidemic)  માઝા મૂકે છે. ત્યારે આ વર્ષે કોર્પોરેશનની કામગીરી હોવા છતાં પણ રોગચાળો વકર્યો છે. જેના લીધે તંત્ર સાથે લોકોની ચિંતા વધી છે.

જેમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા કોર્પોરેશનના હેલ્થ મલેરિયા વિભાગે 7 ઝોનમાં એક સપ્તાહમાં કરેલી કાર્યવાહી જોઈએ તો શહેરમાં 1572 જેટલા વિવિધ કન્સ્ટ્રકશન કોમર્શિયલ હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા એકમોને ચેક કરી 1040ને નોટિસ અપાઈ. તેમજ 25 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે. તો 1.31 લાખ ઘરમાં ફોગીંગ કર્યું જોકે તેમ છતાં રોગચાળો અટકી નથી રહ્યો.

જો આંકડા પ્રમાણે રોગચાળા પર નજર કરીએ તો…

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મચ્છર જન્ય રોગચાળાના કેસ જોઈએ તો 2019માં 4102. 2020માં 618 અને 2021માં અત્યાર સુધી 202 કેસ નોંધાયા. તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 120 કેસ નોંધાયા.

ઝેરી મલેરિયાના 2019માં 204. 2020માં 64 અને 2021માં અત્યાર સુધી 13 કેસ નોંધાયા. તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 10 કેસ નોંધાયા.

ડેન્ગ્યુના 2019માં 4547. 2020માં 432 અને 2021માં અત્યાર સુધી 140 કેસ નોંધાયા. તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 72 કેસ નોંધાયા. ચિકનગુનિયા 2019માં 183. 2020માં 923 અને 2021માં અત્યાર સુધી 162 કેસ નોંધાયા. તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 34 કેસ નોંધાયા.

તો પાણીજન્ય રોગચાળામાં જોઈએ તો…

ઝાડા ઉલટીના 2019માં 7161. 2020માં 2072 અને 2021માં અત્યાર સુધી 1955 કેસ નોંધાયા તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 659 કેસ નોંધાયા. કમળાના 2019માં 2922. 2020માં 664 અને 2021માં અત્યાર સુધી 601 કેસ નોંધાયા. તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 177 કેસ નોંધાયા. ટાઈફોઈડના 2019માં 5267. 2020માં 1338 અને 2021માં અત્યાર સુધી 967 કેસ નોંધાયા. તો ચાલુ માસે જુલાઈ મહિનામાં 164 કેસ નોંધાયા. કોલેરાના 2019માં 93 અને 2021 માં અત્યાર સુધી 59 કેસ નોંધાયા છે.

મહત્વનું છે કે amc દ્વારા જરૂરી સેમ્પલ પણ લેવામાં આવે છે. જેમાં 2020 દરમિયાન 50 હજાર લોહીના સેમ્પલ સામે 2021માં 31 જુલાઈ સુધી 1 લાખ સેમ્પલ લેવાયા. તો 2020 દરમિયાન 1 હજાર સીરમ સેમ્પલ સામે 2021માં 31 જુલાઇ સુધી 1934 સેમ્પલ લેવામાં આવ્યા છે.

અને તો માસ પ્રમાણે જોઈએ તો મચ્છર જન્ય રોગમાં સાદા મલેરિયા જુલાઈ 2019માં 857. જુલાઈ 2020માં 44 અને 2021 જુલાઈમાં 120 કેસ નોંધાયા.

ઝેરી મલેરિયાના જુલાઈ 2019માં 20. જુલાઈ 2020માં 1 અને 2021 જુલાઈમાં 10 કેસ નોંધાયા. ડેન્ગ્યુના જુલાઈ 2019માં 137. જુલાઈ 2020માં 22 અને 2021 જુલાઈમાં 72 કેસ નોંધાયા. ચિકનગુનિયાના જુલાઈ 2019માં 18. જુલાઈ 2020માં 3 અને 2021 જુલાઈમાં 34 કેસ નોંધાયા.

તો પાણી જન્ય રોગમાં ઝાડા ઉલ્ટીના જુલાઈ 2019માં 911. જુલાઈ 2020માં 63 અને 2021 જુલાઈમાં 659 કેસ નોંધાયા. કમળોના જુલાઈ 2019માં 453. જુલાઈ 2020માં 25 અને 2021 જુલાઈમાં 177 કેસ નોંધાયા. ટાઈફોઈડના જુલાઈ 2019માં 639. જુલાઈ 2020માં 64 અને 2021 જુલાઈમાં 165 કેસ નોંધાયા. કોલેરાના જુલાઈ 2019માં 11. જુલાઈ 2020માં 0 અને 2021 અત્યાર સુધી 59 કેસ નોંધાયા.

ત્યારે જરૂરી છે કે શહેર રોગચાળાના ભરડામા આવે તે પહેલાં કોર્પોરેશન જરૂરી તમામ કામ પર ધ્યાન આપવું જોઇએ. જેમાં કોર્પોરેશને યુદ્ધના ધોરણે તેની કામગીરી કરવાની જરુર છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જ્યારે અનેક વિસ્તારોમાં પીવાના અશુદ્ધ પાણીના લીધે લોકો માંદગીમાં ધકેલાઇ રહ્યા છે. તેથી કોર્પોરેશન આ મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરીને શહેરીજનોએ રોગચાળાના ભરડામાંથી મુક્ત કરાવવાની જરૂર છે.

આ પણ વાંચો : Mumbai Local Train: બોમ્બે હાઈકોર્ટનો ઠાકરે સરકારને સવાલ- જે લોકોનું રસીકરણ થઈ ચુક્યું છે તેમને મુંબઈ લોકલમાં જવાની મંજૂરી કેમ નથી?

આ પણ વાંચો :  IGNOUએ જુલાઇ સત્રમાં પ્રવેશ અને રી-રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ લંબાવી, આ રીતે કરો અરજી

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">