AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch ની ગ્રામીણ કળાને ગ્લોબલ બનાવવાનો પ્રયાસ, અમદાવાદમાં ગ્રામ ભારતી-2022માં હસ્તકળાએ આકર્ષણ જમાવ્યું

નવરાત્રી દરમિયાન આયોજીત ગ્રામ ભારતી-2022 પ્રદર્શન અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના(Gautam Adani) હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું. તેઓએ સ્ટોલ્સની મુલાકાત લઈ સ્વસહાય જૂથોની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ.પ્રિતી અદાણીએ પણ સ્ટોલ્સની જાત મુલાકાત લઈ પ્રોડક્ટ્સ વિશેની માહિતી મેળવી હતી.

Kutch ની ગ્રામીણ કળાને ગ્લોબલ બનાવવાનો પ્રયાસ, અમદાવાદમાં ગ્રામ ભારતી-2022માં હસ્તકળાએ આકર્ષણ જમાવ્યું
Gautam Adani Inaugurate Gram Bharti 2022
Jay Dave
| Edited By: | Updated on: Oct 06, 2022 | 6:32 PM
Share

કચ્છની(Kutch)કળાના કામણ હવે દેશ-વિદેશમાં પથરાઈ રહ્યા છે. ગ્રામીણ ભારતની કળા વૈશ્વિક ફલક પર ખ્યાતિ પામે તેવા ઉમદા હેતુથી અમદાવાદ સ્થિત અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે ગ્રામ ભારતી-2022(Gram Bharti 2022)પ્રદર્શન યોજાયું. આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન (Adani Foundation)સાથે જોડાયેલા ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તામિલનાડુ, મધ્યપ્રદેશ વગેરે રાજયોની મહિલા જૂથોએ ભાગ લીધો. જેમાં મુંદ્રાના સ્વસહાય મહિલા જૂથોની હસ્તકળાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી(Gautam Adani)દ્વારા મુંદ્રાની 75 ઉદ્યમશીલ બહેનોની સફળ વાર્તાઓ ધરાવતાં પુસ્તક “પ્રગતિ“નું લોકાર્પણ કરવામાં આવ્યું. નવરાત્રી દરમિયાન આયોજીત ગ્રામ ભારતી-2022 પ્રદર્શન અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું. તેઓએ સ્ટોલ્સની મુલાકાત લઈ સ્વસહાય જૂથોની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ.પ્રિતી અદાણીએ પણ સ્ટોલ્સની જાત મુલાકાત લઈ પ્રોડક્ટ્સ વિશેની માહિતી મેળવી હતી.

સહાય જૂથોની મહિલાઓએ માત્ર બે દિવસમાં 1.50 લાખથી વધુની કમાણી કરી

કચ્છ જિલ્લાના સ્વસહાય જૂથોએ કચ્છનું સુફ ભરત, વોલ હેંગીંગ, બેગ, ડ્રેસ, દોરીકામ, મડવર્ક, દિવડાઓ, ફ્રેમ, કચ્છી ધડકી, સોફ્ટ ટોયસ, મોતીકામ, ઉનની વિવિધ બનાવટો, તમામ પ્રકારના નાસ્તાઓ વગરેનું પ્રદર્શન કર્યુ હતું. .ત્રીદિવસીય પ્રદર્શનમાં કંપનીના કર્મચારીઓએ મોટી સંખ્યામાં લાભ લઈ ગ્રામજનોની કળાને વખાણી હતી. મુંદ્રાના સ્વસહાય જૂથોની મહિલાઓએ માત્ર બે દિવસમાં 1.50 લાખથી વધુની કમાણી કરી એક લાખથી વધુના ઓર્ડર મેળવ્યા હતા. ગ્રામ ભારતી પ્રદર્શનમાં સહભાગી સ્વસહાય જૂથોને શીલીનબેન અદાણીના હસ્તે રૂપિયા 5000 ની રકમ પ્રદાન કરવામાં આવી હતી. જેમાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાઇરેકટર વી.એસ. ગઢવી, ફાઉન્ડેશનના સી.ઓ.ઓ. ચંદ્રશેખર ગોડા સહિત ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રામ ભારતીમાં ભાગ લેનાર વિવિધ મહિલા ગ્રુપોએ મોટા કોર્પોરેટ હાઉસમાં યોજાયેલા પ્રદર્શન અને વહેંચાણના કાર્યને આવકારી પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યુ હતુ કે આનાથી વધુ સારી ગુણવત્તા અને આકર્ષક ચીજવસ્તુઓ બનાવીને ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરીશું ગ્રામ ભારતી કાર્યક્રમને સફળતાપૂર્વક આયોજીત કરવા માટે APSEZના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ તથા. કચ્છના મહિલા સશક્તિકરણ પ્રોજેકટ ઓફિસર દેવલ ગઢવીએ કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન અને આયોજન કર્યુ હતુ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">