Ahmedabad જિલ્લામાં ચોમાસા દરમ્યાન ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમથી કામ કરવા જિલ્લા કલેકટરે ઘડ્યો એક્શન પ્લાન

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાનું આગમન 11 જૂનથી 13મી જૂન સુધીમાં થાય તેવી પ્રબળ શક્યતાઓ વચ્ચે અમદાવાદ (Ahmedabad)વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લા માટે પ્રિમોન્સૂનનો એક્શન પ્લાન ઘડી નાખ્યો છે.

Ahmedabad જિલ્લામાં ચોમાસા દરમ્યાન ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમથી કામ કરવા જિલ્લા કલેકટરે ઘડ્યો એક્શન પ્લાન
જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે દ્વારા મિટિંગમાં વિવિધ વિભાગોની ચોમાસા પૂર્વેની તૈયારીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jun 08, 2021 | 12:06 AM

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાનું આગમન 11 જૂનથી 13મી જૂન સુધીમાં થાય તેવી પ્રબળ શક્યતાઓ વચ્ચે અમદાવાદ (Ahmedabad)વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લા માટે પ્રિમોન્સૂનનો એક્શન પ્લાન ઘડી નાખ્યો છે.

ચોમાસા દરમ્યાન અમદાવાદ જિલ્લામાં ઓછામાં ઓછું નુકસાન અને ઝીરો કેઝ્યુઅલ્ટી થાય તે માટે વિવિધ વિભાગોને કામગીરી સોંપવામાં આવી છે.ચોમાસા દરમિયાન પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટી જેવી સંભવિત કુદરતી આફતો સામે પૂર્વ આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે (Collector Sandeep Sagle)ની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા અધિક કલેકટર, પશુપાલન વિભાગના વડા, કૃષિ વિભાગના વડા તેમજ આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા કલેક્ટરે જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગીઓને કહ્યું કે કુદરતી આફતમાં કોઈ વ્યક્તિ જીવ ન ગુમાવે એ જોવાની જવાબદારી આપણા સૌની છે. જેથી તમામ કર્મચારીઓને ઝીરો કેઝ્યૂઅલ્ટી અભિગમથી કામ કરવાનો અનુરોધ કર્યો.

જિલ્લા કલેક્ટર દ્વારા આ મિટિંગમાં વિવિધ વિભાગોની ચોમાસા પૂર્વેની તૈયારીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. તેમજ સંભવિત જોખમવાળા અને નીચાણવાળા ક્ષેત્રોની ઓળખ કરી તેવા વિસ્તારોમાં અગાઉથી આપત્તિજનક સ્થિતિમાં શુ કરવું તે અંગેની માહિતી પૂરી પાડવા તેમજ આપત્તિજનક સ્થિતિમાં ગ્રામજનોનો સંપર્ક સરળતાથી સાંધી શકાય તે દિશામાં કામ કરવા દિશાનિર્દેશ આપ્યા.

સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટી અને રેલવે વિભાગને પાણીના વહેણમાં અવરોધરુપ સ્ટ્રક્ચર દૂર કરવા માટેની પણ સૂચના આપવામાં આવી. કુદરતી આફતના સમયે જિલ્લા કંટ્રોલ રુમમાં ફરજ બજાવતા કર્મચારીઓને વધુ સંવેદનશીલતા બનાવવા તેમજ તાલીમબદ્ધ કરવા માટેનું સૂચન પણ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યું.

કલેક્ટર સંદીપ સાગલેએ કૃષિ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે અતિવૃષ્ટી કે અનાવૃષ્ટીના સંદર્ભે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે. સાથે જ પશુપાલન વિભાગના અધિકારીને પણ ચોમાસાના સંદર્ભે પશુના રસીકરણ અંગેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે સૂચનો કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Ahmedabad: 3 મહિના બાદ AMTS અને BRTS સેવાનો શહેરીજનોએ લીધો લાભ, જાણો પહેલા દિવસે કેટલી થઈ કમાણી?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">