AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એન્ટિ રેગિંગ લૉ હોવા છતા પણ બની રહી છે રેગિંગની ઘટના, ગુજરાતમાં ચાર વર્ષમાં બની 9થી વધુ ઘટના, જાણો શું છે એન્ટિ રેગિંગ લૉ

ભારતમાં એન્ટિ રેગિંગ કાયદો (Anti Ragging Act) હોવા છતા પણ શૈક્ષણિક સંસ્થાઓમાં આવી ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. ગુજરાતની જ વાત કરીએ તો વર્ષ 2019થી અત્યાર સુધીમાં 9થી વધુ રેગિંગની ઘટનાઓ સામે આવી છે.

એન્ટિ રેગિંગ લૉ હોવા છતા પણ બની રહી છે રેગિંગની ઘટના, ગુજરાતમાં ચાર વર્ષમાં બની 9થી વધુ ઘટના, જાણો શું છે એન્ટિ રેગિંગ લૉ
જાણો શુું છે એન્ટિ રેગિંગ લૉ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2022 | 12:38 PM
Share

અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે. ભારતમાં એન્ટિ રેગિંગ કાયદો હોવા છતા પણ શૈક્ષણિક સંસ્થાઓમાં આવી ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. ગુજરાતની જ વાત કરીએ તો વર્ષ 2019થી અત્યાર સુધીમાં 9થી વધુ રેગિંગની ઘટનાઓ સામે આવી છે. જો કે કાયદો હોવા છતા મોટા ભાગના કેસોમાં રેગિંગ કરનારને માત્ર ફરીથી આવી ઘટના બનશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી આપીને છોડી દેવામાં આવે છે. જેના કારણે આ ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં બનેલી ઘટનાઓની વાત કરીએ તો તે નીચે મુજબ છે.

છેલ્લા ચાર વર્ષમાં બનેલી રેગિંગની ઘટનાઓ

  • ડિસેમ્બર 2021 – જામનગરની સરકારી ફિઝિઓથેરાપી કોલેજમાં રેગિંગ
  • ફેબ્રુઆરી 2022 – અમરેલીની નવોદય સ્કૂલમાં વિદ્યાર્થીનું 5 દિવસ રેગિંગ
  • માર્ચ 2022 – સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નિવાસી તબીબો દ્વારા રેગિંગ
  • માર્ચ 2022 – આણંદની કામધેનું યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનું રેગિંગ
  • એપ્રિલ 2022 – વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થી સાથે રેગિંગ
  • એપ્રિલ 2022 – GLS કોલેજમાં વિદ્યાર્થિની સાથે થયેલા રેગિંગ
  • ઓક્ટોબર 2022 – મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીનું રેગિંગ
  • ડિસેમ્બર 2022 – GLS યુનિ.માં ABVPના કાર્યકર્તાઓ દ્વારા રેગિંગ
  • 2019 – બી.જે.મેડિકલ કોલેજમાં સિનીયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ

ભારતમાં રેગિંગ

ભારતની આઝાદીના સમય પહેલા અહી રેગિંગે પગ પેસારો કરી દીધો હતો. સૌથી પહેલા અંગ્રેજી માધ્યમોના સંસ્થાનોમાં રેગિંગનું ચલણ શરૂ થયું હતું. પરંતુ તે માત્ર નવા વિદ્યાર્થીઓના પરિચય પૂરતું સીમિત હતું અને પછી સમય જતાં વિદ્યાર્થીઓ એક બીજા સાથે હળી-મળી જતાં હતા.

વિદ્યાર્થીઓના પરિચયથી શરૂ થતી રેગિંગએ 90ના દાયકામાં ભારતમાં પણ ગંભીર સ્વરૂપ લઈ લીધું હતું. જો આંકડાઓનું માનવમાં આવે તો 1997માં તામિલનાડુમાં સૌથી વધુ રેગિંગના મામલાઓ સામે આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2001માં સુપ્રીમ કોર્ટે રેગિંગ પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો

Anti Ragging Law

અંતર્ગત જો કોઈ વ્યક્તિ પર ગુનો સાબિત થાય તો તેને ત્રણ વર્ષની સખત કેદ અને દંડ પણ થઈ શકે છે. સાથે સાથે IPC અંતર્ગત પણ કાર્યવાહી થઈ શકે છે. એટલું જ નહીં કોઈ પણ કાર્યવાહી ન કરવા બદલ અથવા તો રેગિંગની ઘટનાને નજર અંદાજ કરવા બદલ શૈક્ષણિક સંસ્થાઓને પણ સજા થઈ શકે છે. અથવા તો આર્થિક દંડ થઈ શકે છે. કોલેજોમાં રેગિંગના વધતાં જતાં ભયાનાક કિસ્સાઓમાં UGCએ વિદ્યાર્થીઓના વ્યવહારને લઈને ઘણા સખત નિયામો બનાવ્યા છે. અને તેની અમલવારી ન થાય તો આકરી સજાઓની પણ જોગવાઇઓ કરી છે.

કઈ હરકતોને રેગિંગ ગણી શકાય ?

વિદ્યાર્થીના કુદરતી રંગ-રૂપ અથવા તો તેના પહેરવેશને લઈને તેના સ્વાભિમાનને ઠેંસ પહોચે તેવા વ્યવહાર કરવાને – કોઈ પણ વિદ્યાર્થીને તેના જન્મ સ્થળ, ભાષા કે તેના ધર્મ-જાતિને લઈને અપમાનિત કરવાને રેગિંગ કહેવાશે

વિદ્યાર્થીના ફેમિલી બેકગ્રાઉંડ પર ટિપ્પણી કરવી તેને પણ રેગિંગની વ્યાખ્યામાં સમાવી લેવામાં આવશે – વિદ્યાર્થીની ઈચ્છા વિરુદ્ધ તેને પસંદ ન હોવા છતાં પણ કોઈ કામ કરવાનું દબાણ કરવું કે તે કરવા ફરજ પાડવી તે પણ રેગિંગ ગણાશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">