Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું, ધીમે ધીમે વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Cyclone Biparjoy: દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને કચ્છને અડીને આવેલા દક્ષિણપૂર્વ પાકિસ્તાન પર ચક્રવાતી તોફાન "બિપરજોય" છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે.

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું, ધીમે ધીમે વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 17, 2023 | 7:56 AM

Cyclone Biparjoy: રાજ્યમાં મોટી તબાહી મચાવ્યા બાદ બિપરજોય વાવાઝોડુ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને કચ્છને અડીને આવેલા દક્ષિણપૂર્વ પાકિસ્તાન તરફ સાયકલોનીક સ્ટોર્મમાંથી ડીપ ડિપ્રેશનમાં બદલાયું છે. તમને જણાવી દઈએ કે ડીપ ડિપ્રેશનમાં આવતા વાવાઝોડાની તીવ્રતા ઘટશે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને કચ્છને અડીને આવેલા દક્ષિણપૂર્વ પાકિસ્તાન પર ચક્રવાતી તોફાન “બિપરજોય” છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે.

  1. વાવાઝોડું રાત્રે 11.30 વાગ્યે ડીપ ડિપ્રેશનમાં બદલાયું
  2. વાવાઝોડું દક્ષિણપૂર્વ પાકિસ્તાનને અડીને આવેલા દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન નજીક ધોળાવીરાના લગભગ 100 કિમી ઉત્તરપૂર્વમાં દૂર
  3. ડીસાથી 140 કિમી પશ્ચિમ -ઉત્તરપશ્ચિમ દૂર
  4. બારમેરથી 130 કિમી દક્ષિણ પશ્ચિમમાં દૂર
  5. આગામી 12 કલાક દરમિયાન તે લગભગ ઉત્તરપૂર્વ તરફ આગળ વધે અને વધુ નબળુ પડીને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો; Cyclone Biparjoy: વાવાઝોડાના પગલે રાજ્યમાં મોડી રાતથી સતત વરસાદ, કચ્છમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ ખાબક્યો

બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ભાભર, સૂઈગામ સહિતના તાલુકામાં ભારે નુક્સાન

બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ભાભર, સૂઈગામ સહિતના તાલુકામાં ભારે નુક્સાન થયું છે. સાંજના સમયે આવેલા ભારે પવને રાત્રે 10 વાગ્યા પછી અતિ ભારે વાવાઝોડાનું રૂદ્ર રૂપ ધારણ કરી તબાહી મચાવી છે. જિલ્લામાં અતિ ભારે નુકશાનનું અનુમાન છે. મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા છે. પતરા વાળા મકાનોના મોટા પ્રમાણમાં મકાનોના છતના પતરા ઉડ્યા છે. આખી રાત ધોધમાર વરસાદ પડ્યો છે.

અબડાસામાં નલિયા અને ભુજ વચ્ચેનો રસ્તો તૂટ્યો

આ તરફ કચ્છના અબડાસામાં નલિયા ભુજ વચ્ચેનો રસ્તો તૂટ્યો હતો. ભારે વરસાદ બાદ ભવાનીપર પાસે આવેલો રસ્તો ધોવાયો છે. રસ્તો બંધ થતા ભુજ નલિયા વચ્ચેનો સંપર્ક કપાયો છે. કચ્છમાં વાવાઝોડું 125થી 130 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી ત્રાટક્યું હતું. ભારે પવન અને ધોધમાર વરસાદે સમગ્ર કચ્છને પોતાની બાનમાં લઇ લીધું હતું. અનેક કલાકો સુધી ધોધમાર વરસાદ પડ્યો અને ભારે પવન ફુંકાયો. જેમાં અનેક તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">