GU-DRDO વચ્ચે MOU થયા : હવે ગુજરાત યુનિવર્સિટીમાં સાઇબર સિક્યુરિટી રિસર્ચ સેન્ટરની સ્થાપના થશે
ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. એચ.એ. પંડ્યા અને સંરક્ષણ વિભાગ સંશોધન અને વિકાસના સચિવ અને DRDOના ચેરમેન ડૉ. જી. સતીષ રેડ્ડી વચ્ચે (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
AHMEDABAD : ગુજરાત યુનિવર્સિટીએ ડીફેન્સ સેક્ટરમાં વધુ એક ડગલું આગળ ભર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડી એન્ડ રિસર્ચ અંતર્ગત ડીફેન્સ સેક્ટરના અભ્યાસક્રમ શરૂ થયા બાદ આ દિશામાં યુનિવર્સિટીએ વધુ એક MOU કર્યા છે, જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીમાં સાઇબર સિક્યુરિટી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.
ગઈકાલે 04 ઓક્ટોબર 2021ના રોજ દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે નવી દિલ્હી ખાતે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની ‘ડેર ટુ ડ્રીમ 2.0’ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરીને તેમનું સન્માન કર્યું હતું. સંરક્ષણમંત્રીએ 40 વિજેતાઓને પુરસ્કાર એનાયત કર્યા હતા જેમાં 22 વ્યક્તિગત શ્રેણી અને 18 સ્ટાર્ટઅપ શ્રેણીનો સમાવેશ થાય છે. આવિષ્કાર કરનારાઓ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે તેમજ દેશમાં ઉત્સાહી યુવાનોને પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે તેમણે આ પ્રસંગે ‘ડેર ટુ ડ્રીમ 3.0’નો પ્રારંભ પણ કર્યો હતો.
અ કાર્યક્રમમાં સાઇબર સુરક્ષામાં નિર્દેશિત સંશોધન હાથ ધરવા માટે ગુજરાત યુનિવર્સિટી ખાતે અદ્યતન ટેકનોલોજી કેન્દ્ર ‘સરદાર વલ્લભભાઇ પટેલ સેન્ટર ફોર સાઇબર સિક્યુરિટી રિસર્ચ’ની સ્થાપના કરવા માટે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. એચ.એ. પંડ્યા અને સંરક્ષણ વિભાગ સંશોધન અને વિકાસના સચિવ અને DRDOના ચેરમેન ડૉ. જી. સતીષ રેડ્ડી વચ્ચે પણ આ દરમિયાન સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
Signed an MoU with Defence Research and Development Organisation (DRDO), Ministery of Defence, Governemnt of India, New Delhi for the establishment of an Advanced Technology Centre Sardar Vallabhbhai Patel Centre for Cybersecurity Research (SVP-CCR) at Gujarat University pic.twitter.com/HlrDu1L7hD
— Gujarat University (@gujuni1949) October 5, 2021
આ અંગે ટ્વીટ કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે લખ્યું –
“મને આનંદ છે કે ગુજરાત યુનિવર્સિટી અને DRDOએ મળીને એક ઈનીશીએટીવને આગળ વધારવા માટે મજબુત ડગલું આગળ ભર્યું છે. આ તબક્કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને DRDOના ચેરમેનને હું શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું.”
मुझे खुशी है कि Gujarat University और DRDO ने मिलकर इस initiative को आगे बढ़ाने के लिए concrete steps उठाए हैं। इस momentous occasion पर गुजरात विश्वविद्यालय के Vice Chancellor और Chairman DRDO को मैं अपनी ओर से congratulate करता हूँ: रक्षा मंत्री
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) October 4, 2021
આ પણ વાંચો : કીડની આપો અને 4 કરોડ મેળવો!, હોસ્પિટલના નામે છેતરપિંડીના કેસમાં વધુ એક નાઇઝેરિયન નાગરિકની ધરપકડ
આ પણ વાંચો : ગાંધીનગરમાં BJPની ભવ્ય જીત બદલ PM MODI અને ગૃહમંત્રી અમિત શાહે કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી