AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 Final : દેશભરમાંથી અમદાવાદમાં ઉમટ્યા ક્રિકેટ રસિયા, ટિકિટ લેવા માટે છેલ્લા દિવસે પણ લાંબી કતારો જોવા મળી, જુઓ વીડિયો

આ વખતે IPL ને એક નવો ચેમ્પિયન મળવા જઈ રહ્યો છે. પછી તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હોય કે પંજાબ કિંગ્સ. આ બંને ટીમોએ હજુ સુધી કોઈ ખિતાબ જીત્યો નથી, પરંતુ આ વખતે ઇતિહાસ બદલાવાનો છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ માટે તૈયાર છે.

IPL 2025 Final : દેશભરમાંથી અમદાવાદમાં ઉમટ્યા ક્રિકેટ રસિયા, ટિકિટ લેવા માટે છેલ્લા દિવસે પણ લાંબી કતારો જોવા મળી, જુઓ વીડિયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2025 | 11:27 AM
Share

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બેંગલોર અને પંજાબ વચ્ચે આઈપીએલની ફાઈનલ રમાશે. આઈપીએલની ફાઈનલને લઈવહેલી સવારથી જ ટિકિટ કલેક્શન સેન્ટર બહાર લોકોની ભીડ જોવા મળી હતી. ટિકિટ લેવા માટે છેલ્લા દિવસે પણ લાંબી કતારો જોવા મળી રહી છે. આ સાથેઅન્ય રાજ્યો માંથી આવેલા લોકો પણ કલાકોથી કતારમાં ઉભા જોવા મળ્યા હતા.

સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મહામુકાબલો

તમને જણાવી દઈએ કે, આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મહામુકાબલો જામશે. ત્યારે દેશભરમાંથી ચાહકો, દિગ્ગજો અમદાવાદના મહેમાન બન્યા છે.બેંગાલુરૂને ટાઇટલ જીતાડવા વિરાટ કોહલી મેદાનમાં ઉતરશે. તો પંજાબની ટીમને સપોર્ટ કરવા બોલિવુડ અભિનેત્રી પ્રિતિ ઝિન્ટા અમદાવાદ આવશે. ખાસ વાત તો એ છે કે, બંને માંથી કોઈપણ ટીમ એકવાર પણ ચેમ્પિયન બની નથી.

નવો ચેમ્પિયન મળશે

આ વખતે IPL ને એક નવો ચેમ્પિયન મળવા જઈ રહ્યો છે. પછી તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હોય કે પંજાબ કિંગ્સ. આ બંને ટીમોએ હજુ સુધી કોઈ ખિતાબ જીત્યો નથી, પરંતુ આ વખતે ઇતિહાસ બદલાવાનો છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ માટે તૈયાર છે.ક્લોઝિંગ સેરેમની ભારતીય સમય મુજબ સાંજે 6 વાગ્યે શરૂ થશે. તેનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ પર થશે જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર થશે.તમને જણાવી દઈએ કે,ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ખાસ બનવાની છે. ફેમસ ગાયક શંકર મહાદેવન ભારતીય સશસ્ત્ર દળોને અદ્ભુત રીતે શ્રદ્ધાંજલિ આપશે.

પંજાબ અને આરસીબી વચ્ચે કાંટાની ટકકર

આરસીબી અને પંજાબ વચ્ચે કાંટાની ટકકર જોવા મળવાની છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 36 આઈપીએલ મેચ રમાઈ છે. જેમાં પંજાબ કિંગ્સે 18 જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18 મેચ જીતી છે. હવે જોવાનું રહેશે કે,આઈપીએલ 2025ની ચેમ્પિયન ટીમ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જ્ર બેંગ્લોર બંન્નેમાંથી કોણ બને છે. અમદાવાદમાં રમાનારી આ ફાઈનલ ને લઈ દિગ્ગજો પણ પહોચી ગયા છે.

અમદાવાદમાં મોટેરા સ્થિત આવેલુ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમએ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. 1 લાખ 32 હજાર પ્રેક્ષકોના બેસવાની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમની માલિકી ગુજરાત ક્રિકેટ એસોસિએશનની છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">