કોંગ્રેસના નેતાઓને મલ્લિકાર્જુનની ચીમકી, કહી દીધી આ મોટી વાત..
અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોંગ્રેસના અધિવેશનમાં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના નેતાઓને કડક સંદેશ આપ્યો છે. તેમણે બુધવારે કહ્યું હતું કે, જે લોકો પાર્ટીના કામમાં મદદ નથી કરતા તેઓએ આરામ કરવાની જરૂર છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના નેતાઓને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, જેઓ પક્ષના કાર્યમાં યોગદાન આપતા નથી તેમણે આરામ કરવો જોઈએ અને જેઓ પોતાની જવાબદારીઓ પૂર્ણ કરતા નથી તેમણે નિવૃત્તિ લેવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, ભવિષ્યની ચૂંટણીઓમાં, જિલ્લા પ્રમુખો પણ ઉમેદવારોની પસંદગીમાં સામેલ થશે.
સાબરમતી નદીના કિનારે કોંગ્રેસનુ અધિવેશન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના નેતાઓને કડક સંદેશ આપ્યો છે. તેમણે બુધવારે કહ્યું હતું કે, જે લોકો પાર્ટીના કામમાં મદદ નથી કરતા તેઓએ આરામ કરવાની જરૂર છે, જ્યારે બીજીબાજુ જે લોકો પોતાની જવાબદારીઓ સંપૂર્ણ નિષ્ઠાથી નથી ભજવી રહ્યા તેમણે નિવૃત્તિ લેવાની જરૂર છે. ગુજરાતની અંદર અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોંગ્રેસના અધિવેશનને સંબોધતા ખડગેએ આ વાત પર પણ ભાર મૂક્યું કે, સંગઠનમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની ભૂમિકામાં વધારો કરવામાં આવશે અને તેની નિમણૂક અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે.
ખડગેએ આપી ચીમકી
મલ્લિકાર્જુને કહ્યું કે, સંગઠનના નિર્માણમાં જિલ્લા પ્રમુખોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. તેમની નિમણૂક AICC ની માર્ગદર્શિકા અનુસાર કડક અને નિષ્પક્ષ રીતે થવી જોઈએ. ખડગેએ વધુમાં કહ્યું કે, જિલ્લા પ્રમુખે તેમની નિમણૂકના એક વર્ષની અંદર જ શ્રેષ્ઠ લોકોને જોડીને બૂથ સમિતિ, મંડળ સમિતિ, બ્લોક સમિતિ અને જિલ્લા સમિતિની રચના કરવાની રહેશે. તેમણે એ પણ કહ્યું કે, આમાં કોઈ પક્ષપાત ન થવો જોઈએ.
જાણો જિલ્લા પ્રમુખો વિશે ખડગેએ શું કહ્યું?
ખડગેએ કહ્યું કે, અમે દેશના જિલ્લા પ્રમુખોની ત્રણ બેઠકો પણ બોલાવી હતી. જેમાં મેં રાહુલ ગાંધી સાથે વાત કરી અને તેમનો અભિપ્રાય લીધો હતો. ભવિષ્યમાં અમે ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાં જિલ્લા પ્રમુખોને પણ ઉમેરીશું. કોંગ્રેસના અધ્યક્ષે એ પણ કહ્યું કે, જે લોકો પાર્ટીના કામમાં મદદ નથી કરતા તેઓએ આરામ કરવાની જરૂર છે, તેમજ જે લોકો પોતાની જવાબદારીઓ નથી નિભાવી રહ્યા તેમણે નિવૃત્તિ લેવી જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પાર્ટી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના સિદ્ધાંતોનું પાલન કરી રહી છે. તેમણે કહ્યું કે, આપણે સાબરમતીના કિનારેથી દેશને આગળ લઈ જઈ રહ્યા છીએ. તેમણે સંગઠનના મહત્વ વિશે સરદાર પટેલે જે કહ્યું હતું તે પણ યાદ કર્યું.
એકતામાં જ તાકાત
ખડગેએ પટેલના શબ્દોને યાદ કરતાં કહ્યું કે, સંગઠન વિના આ સંખ્યાઓ કોઇ કામની નથી. સંગઠન વિનાની સંખ્યાઓમાં શક્તિ હોતી નથી. જો કે, આ જ સંગઠન મોટી સંખ્યામાં ભેગું થાય ત્યારે જ તેમની શક્તિ, સુંદરતા અને ઉપયોગીતા અદ્ભુત બની જાય છે.
કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં ધ્યાન દોરતા કહ્યું કે, અમે ફરીથી ભારતની સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ. સ્વતંત્રતા માટેની આ બીજી લડાઈમાં આપણા શત્રુઓ અન્યાય, અસમાનતા, ભેદભાવ, ગરીબી અને સાંપ્રદાયિકતા છે. તેમણે કહ્યું કે, ફરક માત્ર એટલો જ છે કે પહેલા વિદેશીઓ અન્યાય, ગરીબી અને અસમાનતાને પ્રોત્સાહન આપતા હતા અને હવે આપણી પોતાની સરકાર પણ આવું કરી રહી છે. તેમણે એવો આરોપ પણ લગાવ્યો કે, પહેલા વિદેશીઓ સાંપ્રદાયિકતાનો ફાયદો ઉઠાવતા હતા અને આજે આપણી પોતાની સરકાર તેનો ફાયદો ઉઠાવી રહી છે. જો કે, આ લડાઈ આપણે પણ જીતીશું.
દેશના વિભિન્ન રાજ્યોની કે રાષ્ટ્રીયસ્તરે કોંગ્રેસને લગતા તમામ સમાચાર જાણવા માટે તમે અમારા ટોપિક પેજ પર ક્લિક કરો.