પ્રેમી દારુ વેચતો હોવાની જાણ થતાં પ્રેમિકાએ સંબંધો તોડી નાંખતા વિધર્મી યુવકે પરિવારને ધમકીઓ આપી

અમદાવાદમાં લવ જેહાદને પણ ટક્કર મારે એવી એક ઘટના નોંધાઈ છે. એક વિધર્મી યુવકે એક યુવતી સાથે પહેલા મિત્રતા કેળવી, શારીરિક સંબંધ બાંધ્યા પરંતુ યુવતીએ સબંધ તોડી નાંખતા મારી નાખવાની આપી ધમકી આપી. યુવતીને જ્યારે જાણ થઈ કે પ્રેમી દારુ વેચવાનો ધંધો કરે છે, તો તેણે સંબંધો પર પૂર્ણવિરામ મુકી દીધું.

પ્રેમી દારુ વેચતો હોવાની જાણ થતાં પ્રેમિકાએ સંબંધો તોડી નાંખતા વિધર્મી યુવકે પરિવારને ધમકીઓ આપી
યુવક સામે નોંધાઈ ફરિયાદ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 12, 2024 | 10:27 AM

અમદાવાદમાં લવ જેહાદને પણ ટક્કર મારે એવી એક ઘટના સામે આવી છે. યુવતીને પ્રેમીની ઓળખ અને તેના દારૂ વેચવાના ધંધાની યુવતીને ખબર પડતા યુવતીએ યુવક સાથે સંપર્ક તોડી નાંખ્યો હતો. જેથી પ્રેમી યુવકે યુવતી અને તેમના પરિવારને ધાક ધમકી આપી હતી અને યુવતી ને મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સોલા પોલીસે આ અંગે આરોપી વિધર્મી પ્રેમી યુવક સામે ગુનો નોંધ્યો છે. યુવક સામે અગાઉ પણ ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું છે. તો વળી યુવકે યુવતીને પણ રાત્રીના સમયે નશાની આદત કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

લોંગ ડ્રાઈવ પર લઈ જઈ નશો કરાવતો

સોલા વિસ્તારમાં રહેતી એક સ્ટાફ નર્સ દ્વારા સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આ યુવતી તેની એક અન્ય મિત્ર થકી અલ્ફાઝ કાઝી નામના યુવકના સંપર્કમાં આવી હતી. અલ્ફાઝ કાઝીએ પહેલા આ યુવતીને પોતાની મિત્ર બનાવી તેને મળતો હતો અને થોડા સમય બાદ યુવતીને લોંગ ડ્રાઈવમાં પણ લઈ જતો હતો. રાત્રિના સમયે કારમાં તેને નશાની આદત પણ પાડી હતી. જે બાદ યુવક અને યુવતી વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 15-06-2024
ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીની આ પર્સનલ વાત તમે નહીં જાણતા હોવ
આ દિવસે થશે વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ! જાણો તારીખ સમય અને મહત્વપૂર્ણ વિગત
કોઈ પણ લોન તમે સરળતાથી ચૂકવી શકશો, આ 5 બાબતોનું રાખો ધ્યાન
વધારે પ્રમાણમાં બટેકાં ખાવ તો શું થાય ?
મની પ્લાન્ટનો થશે જબરદસ્ત ગ્રોથ, જાણી લો ટ્રીક

જોકે એક દિવસ અલ્ફાઝ દારૂનો ધંધો કરતો હોવાની યુવતીને જાણ થતા તેણે આલ્ફાઝ સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જે બાદ અલ્ફાઝ યુવતીને બળજબરીપૂર્વક પોતાની સાથે સંબંધ રાખવા કહેતો હતો. પરંતુ યુવતી મનાઈ કરતી હોવા અલ્ફાઝ તેના ઘરે પહોંચી જઈ જ્યાં યુવતીના પરિવારને ધાકધમકી આપતા આખરે યુવતીએ અલ્ફાઝ કાજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આરોપી સામે અનેક ગુના નોંધાયેલા છે

ફરિયાદ બાદ પોલીસની પ્રાથમિક તપાસમાં સામા આવ્યું છે, કે યુવક અલ્ફાઝ કાઝી કડી વિસ્તારનો રહેવાસી છે. આરોપી અલ્ફાઝ અગાઉ પણ અને ગુનાઓમાં સંડોવાયેલો છે. અલ્ફાઝ કાઝી પર હત્યા, દારૂ, મારામારી, રાયોટિંગ સહિતની અનેક ફરિયાદો થઈ ચૂકી છે ત્યારે યુવતી દ્વારા તેના અલ્ફાઝ કાઝી પર બળજબરી પૂર્વક બળાત્કાર કરી ધાક ધમકીઓ આપવાની ફરિયાદ નોંધાતા હવે પોલીસે અલ્ફાઝ કાઝીની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ખરેખર સમગ્ર કેસમાં યુવક દ્વારા યુવતીને ખોટી ઓળખ આપવામાં આવી હતી કે કેમ અથવા તો યુવક દ્વારા ખોટી ઓળખ આપીને અન્ય કોઈ યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી છે કે કેમ, આ તમામ મુદ્દે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">