AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વ્યાજખોરોએ અમદાવાદના દંપતિની કીડની વેચી દેવાની ધમકી આપી, 4 સામે ગુનો નોંધાયો

અમદાવાદ શહેર માં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. વ્યાજની ઉઘરાણી માટે કીડની વેચી દેવાની ધમકી આપતા સેટેલાઇટ ના એક દંપતિએ ફરિયાદ નોંધાવી છે. વ્યાજખોરો ના ત્રાસથી આ દંપતીએ મકાન ,જમીન અને સોનું વેચી વ્યાજ ભર્યું હતુ, આમ છતાં પૈસાની ઉઘરાણી કરતા કંટાળી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. સેટેલાઈટ પોલીસે હવે આ મામલે તપાસ શરુ કરી છે.

Mihir Soni
| Edited By: | Updated on: Dec 12, 2023 | 9:26 AM
Share

અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તાર માં વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. જેમાં સ્પાંના સંચાલક રાજુ કોટીયા નામના વ્યક્તિ એ ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે વ્યાજખોરો વ્યાજની પઠાણી ઉઘરાણી કરી કીડીની વેચી નાખવાની અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપે છે.

બનાવ ની વાત કરવામાં આવે તો રાજુ ભાઈ કોટિયા પામ્સ વેલનેસ હબ નામની સ્પા મસાજ દુકાન ચલાવે છે. સ્પા નાં વ્યવસાય માટે પૈસા જરૂર હોવાથી તેમણે વર્ષ 2019 મા વનરાજસિંહ ચાવડા, મનોજ ખંત્રી, હાર્દિક ત્રિપાઠી અને કમલેશ પટેલ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં વ્યાજખોરો ઉંચા વ્યાજની ઉઘરાણી કરી પેનલટી ના નામે પૈસા માગણી કરતાં હતાં એટલું જ નહિ વ્યાજખોર વનરાજસિંહ ચાવડાએ આ દંપતીની કાર પણ પડાવી લીધી હતી.

1 કરોડ લીધા હતા વ્યાજે

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વ્યાજખોર વનરાજસિંહ ચાવડા પાસેથી ફરિયાદીએ રૂપિયા 55 લાખ વ્યાજે લીધા હતા. જ્યારે મનોજ ખત્રી પાસેથી 45 લાખ રૂપિયા લીધા હતા. ત્યારે હાર્દિક ત્રિપાઠી અને કમલેશ પટેલ રૂપિયા 65 લાખની ઉઘરાણી માટે આવતા હતા જે પૈસા વિષ્ણુ વ્યાસના હતા.

જોકે ચારેય વ્યાજખોરો નાં ત્રાસથી ફરિયાદી એ પોતાની જમીન ,મકાન સોનું સહિત કીમત ચિઝ વસ્તુ ઓ વેચી તમામ પૈસા વ્યાજ સહિત ચૂકી દીધા હતા. છતાં પણ છેલ્લા 3 મહિનાથી વ્યાજખોરો ત્રાસ આપતા હતા. જેથી ફરિયાદી રાજુ કોટીયા એ વ્યાજખોરો વિરુદ્ધ સેટેલાઇટ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

વ્યાજખોર વનરાજસિંહ ચાવડા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે. જેથી સેટેલાઇટ પોલીસએ ચાર વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધીને તેમના ગુનાહિત ઇતિહાસ ને લઈ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ વ્યાજખોરો એ અન્ય કોઈ પરિવાર પાસેથી વ્યાજની ઉઘરાણી કરી છે કે નહિ તે મુદ્દે તપાસ હાથ ધરી છે. થોડાક સમય અગાઉ ગુજરાત પોલીસે અનેક વ્યાજખોરો સામે ગુના નોંધીને તેમને જેલના હવાલે કર્યા હતા. આમ છતાં કેટલાક વ્યાજખોરોની દાદાગીરી હજુ ઓછી થઈ ના હોય એમ આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ખેતરમાં જોવા મળતી ‘ચીલની ભાજી’ ઉત્તમ ઔષધથી સહેજે કમ નથી, જાણો તેના ઉપયોગના ફાયદા

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Breaking News : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાન બાદ હવે ઉંદરનો ત્રાસ
Breaking News : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાન બાદ હવે ઉંદરનો ત્રાસ
ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ
ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ
બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી, જુઓ વીડિયો
બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી, જુઓ વીડિયો
PMની અપીલ બાદ ખર્ચ ઘટાડવા રાજ્ય સરકાર મક્કમ
PMની અપીલ બાદ ખર્ચ ઘટાડવા રાજ્ય સરકાર મક્કમ
નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે, આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો
નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે, આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
g clip-path="url(#clip0_868_265)">