AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ફ્યુઅલે બગાડ્યું એર ઈન્ડિયાનું ગણિત, અનેક રૂટ પર ફ્લાઇટ્સ બંધ કરવાનો નિર્ણય લીધો

જેટ ઇંધણના વધતા ભાવ અને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર બંધ થવાથી એર ઇન્ડિયા દબાણમાં છે. એરલાઇને અનેક આંતરરાષ્ટ્રીય રૂટ સ્થગિત કર્યા છે અને લગભગ 100 દૈનિક ફ્લાઇટ્સ ઘટાડી છે.

Breaking News : ફ્યુઅલે બગાડ્યું એર ઈન્ડિયાનું ગણિત, અનેક રૂટ પર ફ્લાઇટ્સ બંધ કરવાનો નિર્ણય લીધો
આ વિકલ્પ પસંદ કરનારાઓ નિયમિત ટિકિટ બુક કરાવતા મુસાફરોની તુલનામાં ઓછું ભાડું ચૂકવવું પડશે. એર ઇન્ડિયા પહેલાથી જ વિવિધ ભાડા શ્રેણીઓ ઓફર કરે છે, અને આ નવો પ્રસ્તાવ બજેટ પ્રત્યે સભાન પ્રવાસીઓ માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.
| Updated on: May 13, 2026 | 12:43 PM
Share

ટાટા માલિકના હકવાળી એર ઈન્ડિયાએ જૂનથી શરુ થનારી 3 મહિના માટે પોતાની ઈન્ટરનેશનલ નેટવર્કમાં મોટો કાપ મુક્યો છે. આનું કારણ જેટના ફ્યુલની વધતી કિંમતોનું કારણ તેના ઓપરેશન પર દબાવ પડી રહ્યો છે. આ કાપમાં દિલ્હીમાં પોતાના મુખ્ય હબ થી શિકાગો,નેવાર્ક,સિંગાપુર અને શંધાઈ જેવી મહત્વની ડેસ્ટિશનેન માટેની ફ્લાઈટ સંપુર્ણ રીતે બંધ કરી છે. સૈન ફ્રાંસિસ્કો, પેરિસ અને ટોરન્ટો જેવા ડેસ્ટિનેશન માટેની ફ્લાઈટની સંખ્યા પણ ઓછી કરી છે. ટુકમાં એરલાઈને રોજની અંદાજે 100 ફ્લાઈટ ઘટાડી છે.

8 મે 2026ના રોજ પૂર્ણ થયેલા સપ્તાહમાં વૈશ્વિક સરેરાશ જેટ ઇંધણના ભાવ વધીને પ્રતિ બેરલ 162.89 થયા, જે ફેબ્રુઆરીના અંતમાં 99.40 હતા. એરલાઇનના સંચાલન ખર્ચમાં ઇંધણનો હિસ્સો 40 % જેટલો હોવાથી, ભાવમાં નાના ફેરફાર પણ નફાકારકતા પર નકારાત્મક અસર કરી શકે છે અને ટિકિટના ભાવમાં વધારો કરી શકે છે.

એર ઈન્ડિયાના સીઈઓ કૈપબેલ વિલ્સને કર્માચારીઓને કહ્યું કે, એરલાઈન ઈન્ટરનેશનલ સેવામાં કાપ રાખશે. કારણ કે, એરસ્પેસ પર લાગેલા પ્રતિબંધો અને ફ્યુલની વધતી કીંમતના કારણે અનેક રુટ હવે ફાયદો કરી રહી નથી. તેમણે કહ્યું કે, એરલાઈનની પાસે ટ્રાવેલમાં સૌથી વ્યસ્ત સીઝનમાં હવાઈ શેડ્યુલમાં પણ કાપ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ બાબતથી વાકેફ લોકો કહે છે કે જો ઇંધણના ભાવ ઊંચા રહેશે તો ફ્લાઇટ્સ વધુ ઓછી થઈ શકે છે.

ઈડિગોથી વધુ નુકસાન

એર ઈન્ડિયાની પોતાની કોમ્પીટીટર ઈન્ડિગોના મુકાબલો વધારે નુકસાન ભોગવી રહ્યું છે. પાકિસ્તાનનું એરસ્પેસ બંધ થવાના કારણે યુરોપ અને ઉત્તરી અમેરિકા જનારી ફ્લાઈટને લાંબા રુટથી જવું પડી રહ્યું છે. જેનાથી ફ્યુલની જરુરત વધી છે અને ક્રુનો ખર્ચો વધી ગયો છે. ઉત્તરી અમેરિકાના શહરો માટે ઉડાનમાં વે વિયના કે પછી સ્ટોકહોમમાં રોકાવવું પડે છે. જેનાથી ખર્ચ વધારે થાય છે.

20,000 કરોડથી વધુનું નુકસાન

એરલાઇન પહેલાથી જ 20,000 કરોડથી વધુનું નુકસાન સહન કરી ચૂકી છે, અને તેના માલિક, ટાટા સન્સ, તેના વ્યૂહાત્મક પાર્ટનર, સિંગાપોર એરલાઇન્સ સાથે મળીને ખર્ચ પર નિયંત્રણ લાવવા અને એરલાઇનની નાણાકીય સ્થિરતાને પુનર્જીવિત કરવા માટે વધતા દબાણનો સામનો કરી રહ્યા છે. એક વરિષ્ઠ એરલાઇન અધિકારીએ જણાવ્યું હતું કે, અમે મોટાભાગની ફ્લાઇટ્સ પર અમારા ઓપરેશનલ ખર્ચને પણ આવરી શકતા નથી. જો કિંમતો વધતી રહેશે, તો અમારે વધુ કાપ મૂકવો પડશે.

ભારતે એપ્રિલની શરૂઆતમાં સ્થાનિક ઇંધણના ભાવમાં ભારે વધારો પાછો ખેંચી લીધો હોવા છતાં, તેણે આંતરરાષ્ટ્રીય રૂટ પર કોઈ રાહત આપી નથી. દિલ્હીમાં જેટ ઇંધણના ભાવ હવે માર્ચમાં ભાવ કરતા બમણા છે, અને એરલાઇન્સે ચેતવણી આપી છે કે વધુ ભાવ વધારાથી ફ્લાઇટ્સ ચલાવવી અઘરી પડશે.

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">