Breaking News: ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ, 1189 કિલો જથ્થો નાશ કરાયો, જુઓ Video
Bhavnagar જિલ્લાના મહુવામાં ફૂડ સેફ્ટી વિભાગ અને SOGએ સંયુક્ત કાર્યવાહી કરીને ભેળસેળયુક્ત માવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન અલગ અલગ ડેરી અને મીઠાઈ બનાવતી એકમોમાંથી કુલ 1189 કિલો શંકાસ્પદ માવો ઝડપાયો હતો, જેની કિંમત અંદાજે 3 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓએ સમગ્ર જથ્થાનો નાશ કરીને કડક કાર્યવાહી હાથ ધરી હતી.

બેદરકારી સહન કરવામાં નહીં આવે
તપાસ દરમિયાન રામકૃષ્ણ ડેરી, મધુરમ ડેરી, શ્રી રામ ડેરી અને ગૌતમ ડેરીમાંથી ભેળસેળયુક્ત માવો મળી આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આવનારા તહેવારો અને વધતી માગને ધ્યાનમાં રાખીને કેટલાક વેપારીઓ નફાખોરી માટે ગુણવત્તા સાથે ચેડાં કરતા હોવાની આશંકા છે. જોકે વિભાગે સ્પષ્ટ કર્યું છે કે લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે.
આ કાર્યવાહી બાદ મહુવા સહિત સમગ્ર વિસ્તારમાં ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ફૂડ સેફ્ટી વિભાગે લોકોને પણ અપીલ કરી છે કે ખાદ્ય વસ્તુઓ ખરીદતી વખતે ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ખાસ સાવચેત રહેવું જોઈએ.
Breaking News : PM મોદીની અપીલ બાદ, રાજ્યમાં સોનાની ખરીદીમાં ઘટાડો થયો,નાયબ મુખ્યમંત્રીએ આપી માહિતી, જુઓ વીડિયો
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ