AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Cleanest City : ગુજરાતીઓએ કરી બતાવ્યું, ઈન્દોરને પાછળ છોડી અમદાવાદ બન્યું સ્વચ્છતામાં નંબર 1, જાણો કેવી રીતે

સ્વચ્છતા સર્વેક્ષણ-2024 ના અહેવાલે આ વખતે બધાને આશ્ચર્યચકિત કર્યા. અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, સતત 7 વર્ષથી દેશનું સૌથી સ્વચ્છ શહેર રહેલા ઈન્દોરને પાછળ છોડી દીધું છે. ત્યારે તમને એ જાણવું ગમશે કે AMC ની કઈ એવી ખાસ નીતિ છે જેનાથી ઈન્દોરને પાછળ છોડી અમદાવાદ સ્વચ્છતામાં નંબર 1 બની ગયું...

Ahmedabad Cleanest City : ગુજરાતીઓએ કરી બતાવ્યું, ઈન્દોરને પાછળ છોડી અમદાવાદ બન્યું સ્વચ્છતામાં નંબર 1, જાણો કેવી રીતે
| Updated on: Jul 17, 2025 | 9:42 AM
Share

કેન્દ્ર સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ-2024નો અહેવાલ જાહેર કર્યો છે, જેમાં અમદાવાદ, લખનૌ અને ભોપાલે લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે. ઈન્દોરને પછાડીને આ ત્રણેય શહેરો ભારતના સૌથી મોટા અને સ્વચ્છ શહેરો તરીકે ઊભરી આવ્યા છે. ખાસ કરીને અમદાવાદે પ્રથમ સ્થાન હાંસલ કરી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

અમદાવાદ પ્રથમ ક્રમે, ભોપાલ બીજે અને લખનૌ ત્રીજે

સર્વેક્ષણના પરિણામ મુજબ અમદાવાદ પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ભોપાલ બીજાં અને લખનૌ ત્રીજા ક્રમે છે. આજે આપણે જાણીશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અમલમાં મુકાયેલી કઈ ખાસ નીતિઓએ શહેરને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

દિવસમાં બે વખત સફાઈ – 12,500 કામદારો સતત સેવા પર

અમદાવાદ, જે ભારતનું સાતમું સૌથી મોટું શહેર છે, તેની સફાઈની સંપૂર્ણ જવાબદારી AMC નિભાવે છે. શહેરના તમામ રસ્તાઓ રોજ સવારે 6:30 થી 11:30 અને બપોરે 3:00 થી 6:00 દરમિયાન 12,500 થી વધુ સફાઈ કામદારો દ્વારા સાફ કરવામાં આવે છે.

ઘરે ઘરે જઈ કચરો એકત્રિત કરતા 600 થી વધુ વાહનો

શહેરમાંથી દરરોજ 4000 મેટ્રિક ટન ઘન કચરો નીકળી આવે છે, જેનું નિયમિત સંચાલન AMC કરે છે. તેમાંના લગભગ 50% કચરો ડસ્ટબિન અને રોડ સાફ કરતી કામગીરી દ્વારા એકત્રિત થાય છે. ઘરોમાંથી કચરો એકત્રિત કરવા માટે 600 થી વધુ ઓટો ટિપર વાહનો શહેરભરમાં વહન કરે છે. સવારે 7 વાગ્યાથી રોજિંદા આ વાહનો 1.4 લાખથી વધુ ઘરોમાંથી 1300 મેટ્રિક ટનથી વધુ કચરો એકત્રિત કરે છે. આ કચરો ટ્રાન્સફર સ્ટેશન દ્વારા પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયા GPS માધ્યમથી મોનિટર થાય છે.

જાગૃતિ અભિયાન અને તાલીમ કાર્યક્રમો

AMC દ્વારા શહેરના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ અનેક પહેલો કરવામાં આવી. શહેરમાં IEC (Information, Education & Communication) પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. તેમાં વોર્ડ સ્તરે સમિતિઓ રચવી, જૂથ ચર્ચાઓ યોજવી, ટૂંકી ફિલ્મો દ્વારા શાળાઓ અને જાહેર સ્થળોએ જાગૃતિ ફેલાવવી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સાથે સાથે AMCના કર્મચારીઓ અને કાઉન્સિલરો દ્વારા નાગરિકોને તાલીમ પણ આપવામાં આવી.

AMCની યોજનાબદ્ધ કામગીરી, ટેક્નોલોજીના સક્ષમ ઉપયોગ અને નાગરિકોની સહભાગિતાએ અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણ-2024માં દેશનું નંબર-1 શહેર બનાવ્યું છે. આ સફળતા માત્ર AMCની નહીં પણ દરેક અમદાવાદી નાગરિકના સહયોગ અને જવાબદારીનો પરિણામ છે.

અમદાવાદમાં મુસાફરી બનશે વધુ સરળ, ઘુમા, શીલજ, રાચરડા, ગોધાવી સહિતના વિસ્તારોનો થશે વિકાસ, બોર્ડની બેઠકમાં લેવાયો આ મોટો નિર્ણયો, જાણવા અહીં ક્લિક કરો..

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">