અમદાવાદમાં ક્રેડાઈ દ્વારા આયોજિત પ્રોપર્ટી શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ ઉદ્દઘાટન, બાંધકામ ક્ષેત્રે નિયમોનું પાલન કરવા કરી ટકોર
Ahmedabad: ક્રેડાઈ અમદાવાદ ગાહેડ દ્વારા ત્રણ દિવસીય પ્રોપર્ટી શોની આજથી શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પ્રોપર્ટી શોનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. જેમા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત અને મંત્રી જગદિશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
ક્રેડાઈ અમદાવાદ દ્વારા આયોજિત પ્રોપર્ટી શૉનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. ગાહેડ પ્રોપર્ટી શોમાં 250 કરતાં વધુ ડેવલપરના પ્રોજેક્ટ, એલાઇડ ઇન્ડસ્ટ્રીઝ, મુખ્ય બેંક અને ડેવલપરના કુલ 65 સ્ટોલ છે. જેમાં ઘરનું ઘર વસાવવા માંગતા લોકો માટે 25 લાખથી માંડી 10 કરોડ સુધીની પ્રોડક્ટ એક જ છત નીચે ઉપલબ્ધ છે. બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ બિલ્ડરોને મુખ્યમંત્રી એ ટકોર કરી કે બાંધકામમાં તકેદારી રાખો, નિતિ-નિયમોમાં બાંધછોડ સરકાર ચલાવી નહીં લે.
બાંધકામ ક્ષેત્રે નિયમોનું પાલન કરવા મુખ્યમંત્રીની ટકોર
ક્રેડાઈ અમદાવાદ ગાહેડ દ્વારા ત્રણ દિવસીય પ્રોપર્ટી શૉની આજથી શરૂઆત થઈ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રોપર્ટી શૉ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત અને મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા. પ્રોપર્ટી ખરીદી કરવા માંગતા લોકો માટે એક જ છત નીચે અનેક વિકલ્પો અહીંયા થી મળી રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડેવલપર ને ચેતવતા જણાવ્યું કે BU પરમિશન વગર કોઈપણ ડેવલપર બાંધકામ ના કરે એ જરૂરી છે, નહીં તો સરકાર નિયમ મુજબ કાર્યવાહી કરશે.
આ સિવાય જ્યાં નવા ડેવલોપમેન્ટ થઈ રહ્યા છે ત્યાં નીતિ નિયમો મુજબ કામ થાય એ જરૂરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિદેશીઓ નરેન્દ્ર મોદીના કારણે ભારતમાં ઉદ્યોગ કરવા માંગે છે અને એમાં પણ ગુજરાત તેમની પહેલી પસંદગી રહી છે. આગામી સમયમાં પણ ખૂબ મોટા રોકાણો ગુજરાતમાં આવતા જોવા મળશે. તો ક્રેડાઈ એ વહીવટી સુધારા માટે નિયમોમાં ફેરફારની માગ કરી.
આગામી 5 વર્ષ અમદાવાદ રિયલ એસ્ટેટના હોવાનો ક્રેડાઈનો દાવો
ત્રણ દિવસ ચાલનાર પ્રોપર્ટી શૉમાં એક લાખ કરતા પણ વધારે લોકો મુલાકાત લે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ રિયલ એસ્ટેટનું વાર્ષિક 50 હજાર કરોડનું ટર્ન ઓવર છે. જેમાં દર વર્ષે 10 થી 15 ટકાનો વધારો થઈ રહ્યો છે ત્યારે ક્રેડાઈ એ મુખ્યમંત્રી સમક્ષ મહેસુલ અને શહેરી વિભાગમાં વહીવટી સરળતા ની માગ કરી હતી. તો ક્રેડાઈ ચેરમેને તેજશ જોશીએ પ્રોપર્ટી ખરીદવા ઇચ્છુક લોકોને ઉલ્લેખી જણાવ્યું કે દેશના અન્ય મેટ્રો સીટીની સરખામણીમાં આજે પણ અમદાવાદ શહેરમાં પ્રોપર્ટીઓના ભાવ ખૂબ જ રીઝનેબલ છે તો આ તક ઘરનું ઘર વસાવવા ઝડપવી જોઈએ.