AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રેમમાં પાગલ યુવતીએ ગુજરાત સહિત 11 રાજ્યોની પોલીસને દોડાવી, સ્ટેડિયમ, હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટની આપી ધમકી, જાણો ક્રાઇમ કુંડળી

ચેન્નાઈની રહેવાસી રેની જોશીલડાએ એકતરફી પ્રેમમાં નિષ્ફળતા બાદ ગુજરાત સહિત 11 રાજ્યોમાં 100થી વધુ બોમ્બ ધમકીઓ આપી હતી. તેણે સ્કૂલો, હોસ્પિટલો અને મોટેરા સ્ટેડિયમ જેવી જગ્યાઓને ટાર્ગેટ કરી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે.

પ્રેમમાં પાગલ યુવતીએ ગુજરાત સહિત 11 રાજ્યોની પોલીસને દોડાવી, સ્ટેડિયમ, હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટની આપી ધમકી, જાણો ક્રાઇમ કુંડળી
Mihir Soni
| Edited By: | Updated on: Jun 23, 2025 | 7:14 PM
Share

એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ ઠેક ઠેકાણે ધમકી ભરેલા ઇમેઈલ મોકલવાના શરુ કર્યા. ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં હોસ્પિટલ, શાળા અને સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ખોટી ધમકીઓ આપનાર યુવતીની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

સાયબર ક્રાઈમ ની કસ્ટડીમાં જોવા મળતી આ યુવતી નું નામ રેની જોશીલડા છે. મૂળ તમિલનાડુ ના ચેન્નાઈ ની રહેવાસી આ યુવતી એ એક બે નહીં પરંતુ 11 રાજ્યો ની પોલીસ ને બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપીને અવાર નવાર દોડતી કરી હતી. આરોપી યુવતી જે તે રાજ્યો માં કોઈ પણ મોટી ઇવેન્ટ હોય કે પછી કોઈ ઘટના બની હોય તો તેને ધ્યાન માં રાખી ને સ્ટેડિયમ, શાળા કે હોસ્પિટલ માં ધમકી ભર્યા મેઈલ કરતી હતી.

કંપનીમાં કામ કરતા યુવક સાથે તેને એક તરફી પ્રેમ થયો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યુવતી ચેન્નાઈ ની આઇટી ક્ષેત્રની ડેલોઇટ યુએસઆઇ કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. અને આ જ કંપની માં કામ કરતા ડિવિજ પ્રભાકર નામના યુવક સાથે તેને એક તરફી પ્રેમ થઈ ગયો હતો. જો કે યુવક એ બીજી યુવતી સાથે લગ્ન કરી દેતા તેની સાથે બદલા ની ભાવના સાથે ક્યારેક યુવક ના નામ અને મોબાઈલ નંબર સાથે બૉમ્બ બ્લાસ્ટના મેઈલ કરતી હતી.  આરોપી યુવતીએ અત્યાર સુધી 80થી વધુ વર્ચ્યુઅલ મોબાઇલ નંબર અને ફેક ઈમેઈલ ID બનાવ્યા હતા અને અત્યાર સુધીમાં 100થી વધુ ધમકી ભર્યા ઈમેઈલ મોકલાયા હોવાનું ખુલ્યું છે.

સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે આરોપી રેની જોશીલડાએ ગુજરાત માં ઓપરેશન સિંદૂર, IPL ની ફાઈનલ મેચ અને પ્લેન ક્રેશ દુર્ઘટના એમ કુલ 21 મેઇલ કર્યા હતા. જેમાં સરખેજ ખાતે આવેલ જીનીવા લીબરલ સ્કૂલ માં 4 મેઈલ, મોટેરા સ્ટેડિયમ માં 13 મેઈલ અને બોપલની દિવ્ય જ્યોત સ્કૂલ માં 3 મેઈલ કર્યા હતા.

11 જેટલા રાજ્યો માં પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી

જ્યારે પ્લેન ક્રેશ ની દુઘર્ટના એક પ્લાનિંગ હતું અને પોતે જ કરાવ્યું હોવાના ઉલ્લેખ સાથે બી જે મેડિકલ માં પણ 1 મેઈલ કર્યો હતો. આ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક, બિહાર, કેરાલા, તેલંગાણા, પંજાબ,મધ્યપ્રદેશ, હરિયાણા સહિતના 11 જેટલા રાજ્યો માં પણ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યા મેઈલ કર્યા હતા.

યુવતીએ અલગ અલગ વર્ચ્યુઅલ નંબર મેળવ્યા હતા અને તેના આધારે સોશિયલ મીડિયા પર બનાવટી એકાઉન્ટ અને મેઇલ એકાઉન્ટ શરૂ કર્યાં હતા. જેના આધારે તે મેઈલ કરતી હતી. સાયબર ક્રાઇમની ટીમ ટેક્નિકલ એનાલિસિસ દ્વારા યુવતીના નિવાસસ્થાને પહોંચી હતી અને તેની પાસેથી મેઇલને લઈને મહત્વના પુરાવા પણ મેળવ્યા છે.

આરોપીએ BE એન્જિનિયરિંગ અને રોબોટિક્સ નો અભ્યાસ કર્યો

એક તરફી પ્રેમમાં પાગલ યુવતી પ્રેમીના છૂટાછેડા કરાવીને પોતે લગ્નના સપના જોતી હતી. પરંતુ તેના ગુનાખોરી માનસિકતાના કારણે જેલમાં જવાનો વારો આવ્યો છે. આ આરોપી યુવતીએ BE એન્જિનિયરિંગ અને રોબોટિક્સ નો અભ્યાસ કર્યો છે..જો કે પોલીસની પકડ માં ન આવે તેની પણ ખાસ તકેદારી રાખતી હતી.

જેના માટે VIPIN અને ડાર્ક વેબ ના માધ્યમથી ધમકી ભર્યા ઇમેઇલ કરતી હતી..જો કે ધરપકડ પહેલા પણ તેણે અનેક પુરાવા નો નાશ કરી દીધો છે. પરતું તેને કબજે લેવા એફએસએલ ની મદદ લઈ ને હાલ માં પોલીસ એ આરોપી યુવતી ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે યુવતી ધરપકડ બાદ મુંબઈ ATS પણ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી..

સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. આવી જ ગુના સંબંધીત જાણકારી મેળવવા માટે અહિં ક્લિક કરો.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">