CBSE : ધોરણ-10ના ગુજરાતી પેપરમાં બહારના પ્રશ્નો પુછાયા, પરિણામમાં થઈ શકે છે નુકશાન

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવાઇ રહેલી ધોરણ-10 ની ગુજરાતી વિષય પરીક્ષામાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા હોવાની ફરિયાદ સામે આવી છે. ગુજરાતીના પેપરમાં 22 માર્કસના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછાયા હતા. બહારના પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે મૂંઝાયા હોવાની બાબતો સામે આવી છે. જે સંદર્ભે શાળાઓ CBSEમાં રજુઆત કરશે.

CBSE : ધોરણ-10ના ગુજરાતી પેપરમાં બહારના પ્રશ્નો પુછાયા, પરિણામમાં થઈ શકે છે નુકશાન
cbse std 10 gujarati paper
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Feb 21, 2024 | 12:55 PM

20 ફેબ્રુઆરીએ CBSE બોર્ડ ધોરણ-10માં ગુજરાતી ભાષાનું પેપર હતું. 80 માર્કસના પ્રશ્નપત્રમાં 22 માર્ક્સના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછાયા હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જે પ્રશ્નો પૂછાયા છે તે પૈકી 22 માર્ક્સના પ્રશ્નો અભ્યાસક્રમમાં જ નથી. CBSEમાં ગુજરાતી વિષયના નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, પાઠ 2, 3 અને 5 માંથી સવાલ પૂછવામાં આવ્યા હતા.

શાળાઓએ CBSEમાં કર્યો રિપોર્ટ

આ ઉપરાંત એક કવિતા પણ પૂછવામાં આવી હતી. રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ પણ કોર્સની બહારનું પૂછવામાં આવ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. બહારના પ્રશ્નો પૂછવામાં આવતા પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. જે બાબતે શાળાઓએ CBSEમાં રિપોર્ટ પણ કર્યો છે.

વિદ્યાર્થીઓના પરિણામમાં થઈ શકે છે નુકસાન

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી CBSE શાળાના ગુજરાતી વિષયના શિક્ષક રાજકર્તારસિંહ સૈની એ જણાવ્યું કે શરણાઈના સૂર, પ્રયાગ અને શ્વેતક્રાંતિના પ્રણેતા વિષય બહારના ટોપિક છે. આ સિવાય વિકલ્પમાંથી જવાબ આપવાના પ્રશ્નમાં વિકલ્પ જ આપવામાં આવ્યા ન હતા.

આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024
કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા

શાળાઓ CBSEમાં રજુઆત કરશે

તેમણે આગળ કહ્યું કે,  વિષય બહારના આ પ્રશ્નોના કારણે વિદ્યાર્થીઓને પરિણામમાં નુકસાન થઈ શકે છે. માટે આ બાબતે CBSE બોર્ડે કોઈ યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આ સંદર્ભેમાં શાળાઓ CBSEમાં રજુઆત કરશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
g clip-path="url(#clip0_868_265)">