Breaking News : સાણંદના રિસોર્ટમાં દારુની રેલમછેલ, 1 રાતમાં 2 હાઇપ્રોફાઇલ દારુ પાર્ટી ઝડપાઇ, નશામાં ધૂત 13 પુરુષ અને 26 મહિલા ઝડપાયા, જાણો નામ
અમદાવાદ જિલ્લાના સાણંદમાં એક જ રાતમાં હાઇપ્રોફાઇલ દારુની બે પાર્ટી ઝડપાઇ છે. સાણંદ ખાતે આવેલી ગ્લેડ વન રિસોર્ટમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે. તો કલ્હાર ગ્રીનમાં પણ દારૂની મહેફિલને પોલીસે ઝડપી છે.

આમ તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે, છતા વારંવાર અહીં દારુની હેરાફેરી, બુટલેગરો, દારુ પાર્ટી વગેરે પકડાતા જ રહેતા હોય છે. જો કે અમદાવાદ જિલ્લાના સાણંદમાં તો એક જ રાતમાં હાઇપ્રોફાઇલ દારુની બે પાર્ટી ઝડપાઇ છે. સાણંદ ખાતે આવેલી ગ્લેડ વન રિસોર્ટમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે. તો કલ્હાર ગ્રીનમાં પણ દારૂની મહેફિલને પોલીસે ઝડપી છે.
100 જેટલા મહેમાનોની તપાસ હાથ ધરી
સાણંદમાં મોટા દેવતી નજીક આવેલા એક રિસોર્ટમાં મોડી રાત્રે પોલીસે દરોડા પાડ્યા હતા અને દારૂની રેલમછેલ વચ્ચે 100 જેટલા મહેમાનોની તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન 13 પુરુષ અને 26 મહિલાઓને નશાની હાલતમાં ઝડપી લેવામાં આવ્યા છે. આ તમામ શખ્સોને અટકાયત કરીને સાણંદ પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા હતા અને તેમની સામે મેડિકલ તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પ્રતિક સાંઘી દ્વારા આયોજિત હતી પાર્ટી
પ્રાપ્ત માહિતી અનુસાર, આ પાર્ટી રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલા પ્રતિક સાંઘી દ્વારા આયોજિત કરવામાં આવી હતી. પાર્ટી દરમિયાન દારૂ અને હુક્કાની ખુલ્લેઆમ મોજમસ્તી ચાલી રહી હતી. પોલીસે ઘટના સ્થળેથી દારૂની ઘણી બોટલો તથા હુક્કા પણ જપ્ત કર્યા છે. હાલમાં વધુ તપાસ ચાલી રહી છે અને ઝડપાયેલ તમામ લોકો વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાશે તેમ પોલીસ દ્વારા જણાવાયું છે.
દારૂ પાર્ટીમાં કોણ ઝડપાયા ?
- પ્રતિક સાંધી, શિવરંજની, અમદાવાદ
- રૂષભ દુગલ, શેલા, અમદાવાદ
- રીતેષ, વજીરાની, સેટેલાઈટ, અમદાવાદ
- વિરાજ વિઠલાણી, જામનગર
- નિનાદ પરીખ, આંબાવાડી, અમદાવાદ
- અતિત બજાજ, વસ્ત્રાપુર, અમદાવાદ
- રાજ અગ્રવાલ, આંબાવાડી, અમદાવાદ
- નિખીલ બજાજ , જયપુર, રાજસ્થાનૉ
- દુષ્યંતભાઇ ગોસ્વામી, બોડકદેવ, અમદાવાદ
- અમિત જોગીયા, સીંધુભવન ફલેટ, અમદાવાદ
- પ્રિયમ પરીખ, થલતેજ, અમદાવાદ
- સજલ અગ્રવાલ, પ્રહલાદનગર, અમદાવાદ
સાણંદના કલ્હાર ગ્રીનમાં પણ પોલીસની રેડ
સાણંદના ગઈકાલે સાણંદના કલ્હાર ગ્રીનમાં યોજાયેલી દારૂની મહેફિલમાં પણ પોલીસે રેડ પાડી હતી. દારૂની મહેફિલ માણતા 12 લોકોની ધરપકડ કરી હતી. કલ્હાર બાદ ગ્લેડ વન રિસોર્ટમાં પણ પોલીસે રેડ કરી હતી. બર્થડે પાર્ટીમાં દારૂની સાથે હુક્કા પણ સેવન કરવામાં આવ્યા હતા.