Breaking News: ભારત ઓસ્ટ્રેલિયાની મેચને લઈને અમદાવાદ મેટ્રોના સમય લંબાવાયો, સવારે 6થી રાત્રે 10 સુધી દોડશે મેટ્રો
ભારત ઓસ્ટ્રેલિયાની મેચને લઈને અમદાવાદ મેટ્રોનો સમય લંબાવાયો છે. 9 માર્ચે સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે. મેટ્રો સ્ટેશન પરથી પ્રવાસીઓને દર 12 મિનિટે ટ્રેન મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ભારત ઓસ્ટ્રેલિયાની મેચને લઈને અમદાવાદ મેટ્રોનો સમય લંબાવાયો છે. 9 માર્ચે સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે. મેટ્રો સ્ટેશન પરથી પ્રવાસીઓને દર 12 મિનિટે ટ્રેન મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 9 માર્ચે પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ સ્ટેડિયમ પરથી નિહાળવાના છે. ત્યારે 10થી13 માર્ચના રોડ મેટ્રો ફરી રાબેતામુજબ 7થી રાત્રીના 10 સુધી દોડશે.
આ અગાઉ પણ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-20 મેચને ધ્યાને રાખી મેટ્રો ટ્રેનનો સમય અઢી કલાક સુધી વધારાયો હતો. મેટ્રોનો સમય રાત્રે 10ના બદલે 12.30 સુધી કરવામાં આવ્યો હતો
મેટ્રોને મળી રહ્યો છે ખૂબ સારો પ્રતિસાદ
અમદાવાદમાં મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોર અને નોર્થ-સાઉથ કોરિડોરનો પ્રારંભ થયાને 4 મહિનાથી વધુ સમય થઈ ચુક્યો છે. ત્યારે આ સમયગાળા દરમિયાન મેટ્રોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને અનેક લોકોએ આ મેટ્રોની મુસાફરી મજા માણી છે. સરકાર દ્વારા મેટ્રોની સુવિધા મળતા અનેક લોકો તેનો ભરપુર ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે શહેરમાં સવારના 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુ6ધી મેટ્રો દોડશે. આ નવો સમય 30 જાન્યુઆરી બાદ અમલી બનશે. મહત્વનું છે કે, હાલ સવારે 9 વાગ્યે મેટ્રો શરૂ કરવામાં આવે છે.
સવારે 6 વાગ્યાથી શરૂ કરવામાં આવશે મેટ્રો
વહીવટી તંત્ર દ્વારા સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા સમયે મેટ્રો દોડતી થતાં મુસાફરોની સંખ્યામાં પણ વધારો થશે. જેના કારણે મેટ્રોને આવકમાં પણ ધરખમ વધારો થઈ શકે છે. નોંધનીય છે કે, ટ્રેન શરૂ થયાના 3 મહિનામાં કુલ 39.96 લાખ લોકોએ મેટ્રોની મુસાફરી કરી છે.
ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી 8-9 માર્ચે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીસ પણ અમદાવાદના મહેમાન બનશે. બંને પીએમ 9મી માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ગાવસ્કર બોર્ડર ક્રિકેટ મેચ જોવાના છે.
બંને પીએમ મેચમાં કોમેન્ટરી કરે તેવી શક્યતા
9મી માર્ચે બંને પીએમ મેચ શરૂ થયા બાદ લગભગ એકાદ કલાક સ્ટેડિયમમાં રોકાશે. આ દરમિયાન બંને પીએમ ટોસ સમયે મેદાનમાં જોવા મળે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. તેમજ બંને પીએમ કોમેન્ટરી કરે તેવી પણ શક્યતા છે. આ સમગ્ર કાર્યક્રમ મોદીને વધાવવા માટે સાંસદો- ધારાસભ્યો સહિત ભાજપના અંદાજે 38 હજાર આગેવાનો અને કાર્યકરો સ્ટેડિયમમાં હાજર રહેશે. ભાજપના કાર્યકરોને ચિઅર અપ કરાની જવાબદારી સોંપાઈ હોવાનુ પણ સૂત્રો જણાવી રહ્યા છે.