સ્વામી બ્રહ્મવિહારીદાસે પીએમ મોદીની મુલાકાત લીધી, PSM સમારોહના ઉદ્ઘાટન બદલ આભાર વ્યક્ત કર્યો
સ્વામી બ્રહ્મવિહારીદાસે પીએમ મોદીની દિલ્હીમાં મુલાકાત લીધી હતી. સ્વામી બ્રહ્મવિહારીદાસ અને પીએમ મોદી વચ્ચે થયેલી બેઠકમાં સ્વામી બ્રહ્મવિહારીદાસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને BAPS વતી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
સ્વામી બ્રહ્મવિહારીદાસે પીએમ મોદીની દિલ્હીમાં મુલાકાત લીધી હતી. સ્વામી બ્રહ્મવિહારીદાસ અને પીએમ મોદી વચ્ચે થયેલી બેઠકમાં સ્વામી બ્રહ્મવિહારીદાસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને BAPS વતી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી સમારોહનું વ્યક્તિગત રીતે ઉદ્ઘાટન કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે 600 એકરમાં ફેલાયેલ, આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન 80,000 નિઃસ્વાર્થ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર વિશ્વમાંથી 12.1 મિલિયનથી વધુ લોકોએ હાજરી આપી હતી. આ વિશાળ આયોજન બાદ ખેડૂતોને જમીન પાછી આપવામાં આવી છે.
જ્યારે આ અંગે પીએમ મોદીએ જણાવ્યું કે ” આ પ્રકારનું આ વિશાળ , અનોખું અને સુવ્યવસ્થિત આયોજન હતું, મને આનંદ છે આ મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ”
આ બેઠક દરમિયાન, સ્વામી બ્રહ્મવિહારીદાસે અબુ ધાબીમાં આગામી BAPS હિંદુ મંદિર વિશે વડાપ્રધાનને અપડેટ કર્યા. વડા પ્રધાનને સમગ્ર મંદિરમાં સ્થાપિત 300 હાઇ-ટેક સેન્સર્સમાં ખાસ રસ હતો, જે અન્ય વસ્તુઓની સાથે સાથે દબાણ, તાપમાન, સમાધાન, વિચલન અને તણાવનો મૂલ્યવાન ડેટા પ્રદાન કરે છે.
આ ઉપરાંત મંદિરની સર્વસમાવેશકતા જે સૌથી વધુ આકર્ષક છે. જેમાં હિંદુ ભગવાનના અવતાર, અને ઋષિમુનિઓ, કોતરણી તેમજ પ્રાચીન સભ્યતાઓની સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોની વાર્તાઓનો સમાવેશ થાય છે. ‘વસુધૈવ કુટુંબકમ’ નો અભિગમ તેની પૃષ્ઠભૂમિ અથવા આસ્થાને ધ્યાનમાં લીધા વિના તમામ લોકોમાં એકતા અને સંવાદિતાને પ્રોત્સાહિત કરવાની તેની પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં 10 માર્ચથી શરૂ થશે ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી