Video: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ટી-20 મેચને પગલે મેટ્રો ટ્રેન સેવા રાત્રિના 12.30 કલાક સુધી વધારાઈ
Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-20 મેચને ધ્યાને રાખી મેટ્રો ટ્રેનનો સમય વધારાયો છે. મેટ્રોનો સમય રાત્રે 10 બદલે 12.30 સુધી કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ધારિત ટી-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનની સેવાઓ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન માટે 2.30 કલાક વધારીને રાત્રિના 10 કલાકને બદલે રાત્રિના 12.30 કલાક સુધી કરવામા આવેલ છે. તા.30-01-2023થી અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવા સવારે 7 કલાકથી રાત્રિના 10 કલાક સુધી ચાલુ છે.
ટી-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનની સેવાઓ 2.30 કલાક વધારીને રાત્રિના 10 કલાકને બદલે રાત્રિના 12.30 કલાક સુધી કરવામા આવી છે. સાથે જ દર 15 મિનીટે મેટ્રો ટ્રેન મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી મળશે. આ વધારેલ સમય દરમ્યાન અન્ય તમામ મેટ્રો સ્ટેશનના માત્ર નિકાસ દ્વારા ખુલ્લા રહેશે.
આ તરફ શહેરના પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતી મેટ્રો ટ્રેનનો સમય વધારવામાં આવતા શહેરીજનોની મોટી રાહત મળી છે. આજથી મેટ્રો ટ્રેન સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધી દોડશે. હાલમાં મેટ્રો ટ્રેનનો સમય સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધીનો છે. હવે આ સેવામાં વધુ 4 કલાકનો વધારો કરાયો છે. અવારનવાર નાગરિકો દ્વારા મેટ્રો ટ્રેનના સમયને વધારવાની માગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Gujarati Video : અમદાવાદમાં Tv9 ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, બિસ્માર રસ્તાને રાતોરાત રીપેર કરાયો
તો બીજી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા વધારવા માટે વધુ એક આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા શહેરીજનોની સુવિધા માટે AMTS, BRTS તથા મેટ્રો સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. મનપા દ્વારા શહેરીજનોની જરૂરિયાતોને ધ્યાને લઇને તેમાં સમયાંતરે સુધારો કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદમાં મેટ્રોની શરૂઆત કરાઇ છે. મુસાફરોની સુવિધાને ધ્યાને લઇને મેટ્રો સ્ટેશનને BRTS સ્ટેન્ડ સાથે જોડવાની કામગીરી ચાલી રહી છે.