AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદમાં લુખ્ખાતત્વો બેફામ! વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી ઢોર માર માર્યો, દુકાનમાંથી 1 લાખ પડાવ્યા

કાર રેન્ટ સર્વિસના માલિક સૌરભ ગુપ્તાનું જૂની અદાવતમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ તેમને માર માર્યો હતો અને તેમની દુકાનમાં પણ તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપીઓની દાદાગીરી જોવા મળી રહી છે.

Breaking News: અમદાવાદમાં લુખ્ખાતત્વો બેફામ! વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી ઢોર માર માર્યો, દુકાનમાંથી 1 લાખ પડાવ્યા
ahmedabad news
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2026 | 1:12 PM
Share

અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે સરાજાહેર મારામારી, અપહરણ અને તોડફોડની ઘટના સામે આવી છે. કાર રેન્ટ સર્વિસના માલિક સૌરભ ગુપ્તાનું જૂની અદાવતમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ તેમને માર માર્યો હતો અને તેમની દુકાનમાં પણ તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપીઓની દાદાગીરી જોવા મળી રહી છે.

વસ્ત્રાપુરમાં કાર રેન્ટ સર્વિસના માલિકનું અપહરણ

મળતી માહિતી મુજબ, વર્ષ 2022માં થયેલી વ્યાજખોરીની ફરિયાદને લઈને જૂની અદાવત રાખી સંજય દેસાઈ નામના શખ્સે તેના સાગરીતો સાથે મળીને કાર રેન્ટ સર્વિસના માલિક સૌરભ ગુપ્તાનું અપહરણ કર્યું હતું. આ દરમિયાન સૌરભ ગુપ્તાએ આરોપીઓની ચુંગલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપીઓએ તેમને પકડીને જાહેરમાં ઢોર માર માર્યો હતો.

આટલેથી પણ આરોપીઓ અટક્યા નહોતા. તેમણે સૌરભ ગુપ્તાની દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી હતી. આ ઉપરાંત હિતેશ નામના શખ્સે તેમને ધમકી આપીને ₹1.01 લાખની રોકડ રકમ પડાવી લીધી હોવાનો પણ આક્ષેપ છે. આરોપીઓએ પીડિતને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

વસ્ત્રાપુર પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધ્યો

સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. દુકાનમાં થયેલી તોડફોડના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે ઘટનાની વિગતો સામે આવી રહી છે.

ધમધમતા વિસ્તારમાં અસામાજિક તત્વોની બેફામ દાદાગીરી

અમદાવાદનો વસ્ત્રાપુર લેક વિસ્તાર શહેરના ધમધમતા વિસ્તારોમાંનો એક છે. આવા જાહેર વિસ્તારમાં અપહરણ, મારામારી અને દુકાનમાં તોડફોડની ઘટના બનતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. જાહેરમાં અસામાજિક તત્વોની આવી બેફામ દાદાગીરીથી સ્થાનિક લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

Breaking News : ગુજરાતીઓને હવે સોલર પેનલ લગાવવી બનશે સસ્તી! ગુજરાત સરકાર આપશે વધારાની સબસિડી, જાણો ડિટેલ્સ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">