AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેનમાં ટિકિટ વિના એકલી મુસાફરી કરતી મહિલા સાથે TTE નહીં કરી શકે મનમાની! જાણો રેલવેનો ખાસ નિયમ

Women Train Travel Rules: ટ્રેનમાં એકલી મહિલા માટે રેલવેનો ખાસ નિયમ! ટિકિટ ન હોય તો પણ TTE નહીં કરી શકે મનમાની ગમે તે સ્ટેશન પર મહિલાને ઉતારી નહીં શકે Railways Actની કલમ 139માં ખાસ જોગવાઈ માત્ર દિવસ દરમિયાન ચોક્કસ સ્ટેશન પર જ ઉતારી શકાય જાણો મહિલાઓના આ ખાસ રેલવે અધિકાર વિશે.

ટ્રેનમાં ટિકિટ વિના એકલી મુસાફરી કરતી મહિલા સાથે TTE નહીં કરી શકે મનમાની! જાણો રેલવેનો ખાસ નિયમ
Indian Railway Rules-women-train-travel-rules-section-139-Train Ticket Rules
| Updated on: Nov 17, 2026 | 12:39 PM
Share

Indian Railway Rules: ભારતમાં મોટાભાગના લોકો રેલવેમાં મુસાફરી કરતા હોય છે, છતા કેટલાક નિયમોની જાણ તેમને હોતી નથી. ભારતીય રેલવેમાં મુસાફરી કરતી મહિલાઓ માટે એક ખાસ કાયદાકીય જોગવાઈઓ આવેલી છે. જેનાથી ઘણા મુસાફરો અજાણ છે. જો કોઈ મહિલા એકલી ટ્રેનમાં મુસાફરી કરી રહી હોય અને તેની પાસે ટિકિટ ન હોય તો TTE તેને પોતાની મરજી મુજબ ગમે તે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતારી શકે નહીં. આ અંગે રેલવે અધિનિયમ, 1989ની કલમ 139 (Railways Act Section 139)માં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

જાણો શું કહે છે રેલવેનો Section 139નો નિયમ

રેલવે અધિનિયમની કલમ 139 મુજબ, કોઈ પણ એકલી મહિલા મુસાફર ટિકિટ વગર યાત્રા કરી રહી છે. તેમજ જો કોઈ મહિલા વધારાના ચાર્જ અને ભાડું ચુકવવાની ના પાડે છે તો મુસાફરને અધિકૃત રેલવે કર્મચારી ટ્રેનમાંથી ઉતારી શકતા નથી. જો કે આ જોગવાઈમાં મહત્વની બાબત છે કે એકલી મુસાફરી કરતી મહિલા અને બાળક માટે જ વિશેષ સુરક્ષા આપવામાં આવી છે. કાયદા પ્રમાણે, પુરુષ મુસાફર વગર એકલી મુસાફરી કરતી મહિલા અથવા બાળકને મનસ્વી રીતે કોઈપણ સ્ટેશન પર ઉતારી શકાતા નથી.

ક્યા સ્ટેશન પર ઉતારી શકે છે TTE

કલમ 139 મુજબ, આવી મહિલા અથવા બાળકને નીચેની જગ્યાએ જ ઉતારી શકાય છે:

  • કોઈ જંક્શન સ્ટેશન
  • ટર્મિનલ સ્ટેશન
  • જિલ્લા મુખ્યાલયનું સ્ટેશન

આ ઉપરાંત, કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે આવી કાર્યવાહી માત્ર દિવસના સમયે જ થઈ શકે છે.

શું મહિલાને ટિકિટ વગર મુસાફરી કરવાની છૂટ છે?

મહિલા યાત્રીને ટિકિટ વગર મુસાફરી કરવાની છૂટ નથી. ટિકિટ વિના મુસાફરી કરનાર મહિલા પાસેથી રેલવે નિયમો અનુસાર મુસાફરીનું ભાડું અને લાગુ પડતો વધારાનો ચાર્જ વસૂલ કરી શકે છે. મુખ્ય વાત એ છે કે ટિકિટ ન હોવાના કારણે એકલી મહિલા મુસાફરને ગમે તે સ્થળે અને ગમે તે સમયે ટ્રેનમાંથી ઉતારી દેવાની છૂટ નથી. આ જોગવાઈનો હેતુ મુસાફરી દરમિયાન મહિલાઓ અને બાળકોની સુરક્ષા જાળવવાનો છે.

આ પણ વાંચો : શું તમારી કારની મેટમાંથી આવે છે દુર્ગંધ? બસ કરો આ એક કામ, દૂર થશે પરેશાની, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">