ભારતીય અને બાંગ્લાદેશી પાસપોર્ટ સાથે ઝડપાયો બાંગ્લાદેશી યુવક, દેહવ્યાપારનો કરાવતો હતો ધંધો

અમદાવાદમાંથી વધુ એક બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ભારતીય પાસપોર્ટ અને બાંગ્લાદેશી પાસપોર્ટ મળી આવ્યો છે. નક્લી પુરાવાના આધારે ભારતીય પાસપોર્ટ મેળવી રહેતો હતો અને દેહવ્યાપારનો કરાવતો ધંધો કરાવતો હતો.

ભારતીય અને બાંગ્લાદેશી પાસપોર્ટ સાથે ઝડપાયો બાંગ્લાદેશી યુવક, દેહવ્યાપારનો કરાવતો હતો ધંધો
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Mar 29, 2024 | 12:12 AM

અમદાવાદમાંથી વધુ એક બાંગ્લાદેશી શખ્સ ઝડપાયો છે. જે નક્લી પુરાવાના આધારે ભારતીય પાસપોર્ટ બનાવી અહીં રહેતો હતો. આરોપી 2001 થી ભારતમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી બાંગ્લાદેશથી યુવતીઓ મગાવી દેહ વેપારનો ધંધો ચલાવતો હતો. હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી સઘન તપાસ હાથ ધરી છે.

બનાવટી દસ્તાવેજ સાથે 2015માં બનાવ્યો પાસપોર્ટ

ક્રાઈમ બ્રાંચે ઝડપેલા નક્લી પુરાવા સાથે ઝડપાયેલા આરોપીનું નામ છે મોહમ્મદ લાભુ સરદાર. આરોપી મૂળ બાંગ્લાદેશનો છે અને 2001 માં ગેરકાયદેસર રીતે ગુજરાત આવ્યો હતો. આરોપીએ 12 વર્ષ પેહલા સરદારનગરના રેહવાસી રમેશ નામના વ્યક્તિ મારફતે ખોટુ ચૂંટણી કાર્ડ 3000 હજાર આપીને બનાવ્યું હતું અને ત્યારબાદ આધાર કાર્ડ, પાન કાર્ડ પણ બનાવેલુ હતું. આ બનાવટી દસ્તાવેજો દ્વારા આરોપીએ 2015 માં ભારતનો પાસપોર્ટ બનાવ્યો હોવાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બાંગ્લાદેશના નાગરિક મોહમદ લાભુ સરદારની ધરપકડ કરીને પાસપોર્ટ સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા છે.

આરોપીએ વેસ્ટ બંગાળનો જન્મનો દાખલો બતાવી મેળવ્યો પાસપોર્ટ

આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ તેના મિત્ર જે મલેશિયામાં રહે છે તેના સાળા મારફતે કોલકત્તાના એક એજન્ટને મલેશિયાના વિઝા માટે ભારતીય પાસપોર્ટ આપેલો હતો અને રૂ 30 હજારમાં મલેશિયાના વિઝા આપવાનું નક્કી થયેલ હતું, જોકે એજન્ટનું અકસ્માતમાં મોત થઈ ગયેલુ હતું. જેથી તેનો ભારતીય પાસપોર્ટ કોલકતામાં અરજન્ટના ઘરે હતો. જ્યારે બાંગ્લાદેશનો પાસપોર્ટ બાંગ્લાદેશમાં હોવાનુ સામે આવ્યું છે એટલું જ નહીં આ આરોપીએ 2015 માં ચૂંટણીકાર્ડ અને વેસ્ટ બંગાળનો જન્મનો દાખલો બતાવીને પાસપોર્ટ મેળવેલ હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

બાંગ્લાદેશથી યુવતીઓને ભારત લાવી કૂટણખાનાનો કરાવતો હતો ધંધો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બાંગ્લાદેશથી યુવતીઓ ભારતમાં લાવીને દેહ વેપારના ધંધામાં મોકલતો હતો. જેના રૂપિયા તે યુવતીઓના પરિવારને બાંગ્લાદેશ મોકલતો હતો. આરોપી પોતે 3 વખત બાંગ્લાદેશ પણ જઈ આવ્યો છે અને અમદાવાદમાં મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરીને રેહતો હતો. આરોપીએ 2 વાર વોટિંગ પણ કર્યા હોવાનું સામે આવ્યું છે..હાલમાં તો આરોપીએ કેટલા બાંગ્લાદેશીઓને આ પ્રકારે નકલી પુરાવા બનાવી આપ્યા છે તેની સાથે બીજા કોણ સંડોવાયેલા છે તેમજ ભારતીય પાસપોર્ટ જે કોલકત્તા છે તે મેળવવા ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે

આ પણ વાંચો: ધારાસભ્યની હત્યા કરવા માફિયા મુખ્તારે સેનામાંથી ચોરાયેલી LMG ખરીદવાની કરી હતી ડીલ, હલી ગઈ હતી આખી સરકાર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">