AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhirendra Shastri: બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાતમાં, 5 મહાનગરોમાં એક પછી એક કાર્યક્રમ, આજે વટવામાં કાર્યક્રમ યોજાશે

26 મેના રોજ બાબા બાગેશ્વરનો સુરતના લિંબાયતમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ છે. અહીં બે દિવસનો દરબાર ભરાશે. ધીરેન્દ્ર શાસ્ત્રી 26 અને 27 મેના રોજ સુરતમાં દરબાર કરવાના છે.

Dhirendra Shastri: બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાતમાં, 5 મહાનગરોમાં એક પછી એક કાર્યક્રમ, આજે વટવામાં કાર્યક્રમ યોજાશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 10:02 AM
Share

આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shastri) દરબારનો સીલસીલો શરુ થશે. જેના પગલે આયોજકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે ગુજરાત આવશે અને સૌથી પહેલા અમદાવાદના વટવામાં તેમનો કાર્યક્રમ યોજાશે. વટવાના ઓશિયા મોલ સામે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમદાવાદ બાદ બાબા બાગેશ્વરનો દરબાર સૌથી પહેલા સુરતમાં ભરાશે.

આ પણ વાંચો-Breaking News : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 500 અને 100ના દરની નકલી ચલણી નોટો સાથે ત્રણની ધરપકડ

સુરત, અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમ

26 મેના રોજ બાબા બાગેશ્વરનો સુરતના લિંબાયતમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ છે. અહીં બે દિવસનો દરબાર ભરાશે. ધીરેન્દ્ર શાસ્ત્રી 26 અને 27 મેના રોજ સુરતમાં દરબાર કરવાના છે. સુરત બાદ બાબા બાગેશ્વર ફરી અમદાવાદ તરફ આવશે અને ગાંધીનગરના ઝુંડાલમાં દરબાર ભરવાના છે. 28 મેના રોજ ઝુંડાલના રાઘવ પાર્ટી પ્લોટમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. ગાંધીનગરમાં દરબાર થશે, તેવું તાજેતરમાં જ નક્કી કરવામાં આવ્યુ છે. જો કે, તેનું પણ આયોજન થઈ ચુક્યું છે.

અમદાવાદના ચાણક્યપુરીમાં કાર્યક્રમ

ઝુંડાલ બાદ બાબા બાગેશ્વર બે દિવસ સુધી અમદાવાદમાં દરબાર ભરશે. 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. સેક્ટર-6ના મેદાનમાં સાંજે 5 વાગ્યાથી મોડી રાત સુધી શ્રદ્ધાળુંઓ બાબા બાગેશ્વર સાથે સંવાદ કરી શકશે. અમદાવાદ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ જશે.

1 જૂન અને 2 જૂનના રોજ બે દિવસ માટે રાજકોટમાં કાર્યક્રમ યોજાવાનો છે. રાજકોટના જાણીતા રેષકોર્સ ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર ભરાશે. રાજકોટમાં દોઢ લાખ લોકોની વીમો પણ લેવાયો છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ બાદ 3 જૂનના રોજ વડોદરામાં બાબા બાગેશ્વરનો દરબાર જામશે. અહીં નવલખી ગ્રાઉન્ડમાં દરબારનું આયોજન કરાયું છે.

5 મહાનગરોમાં કાર્યક્રમ

સ્વાભાવિક જ રાજ્યના પાંચ મહાનગરોમાં યોજાવા જઈ રહેલા આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ પણ જોડાયેલા છે. આયોજકો સાથે મળીને ભાજપ પણ દરબારમાં કોઈ કમી ન રહી જાય. લોકોની સુવિધામાં કોઈ ઉણપ ન રહે, તેવા આયોજનમાં છે. એવું પણ મનાઈ રહ્યું છે કે, સુરતના કાર્યક્રમમાં તો સી.આર. પાટીલ પણ હાજરી આપવાના છે. તો અન્ય શહેરોમાં પણ મોટા નેતાઓ બાબા બાગેશ્વરના દરબારમાં જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
g clip-path="url(#clip0_868_265)">