Dhirendra Shastri: અમદાવાદમાં બાબાના દરબારને લઈ તડામાર તૈયારીઓ, આમંત્રણ પત્રિકામાં મુખ્ય અતિથિ તરીકે સી.આર. પાટીલનું નામ, જુઓ Video
અમદાવાદમાં બાબાના દરબારને લઈ તડામાર તૈયારી કરાઇ રહી છે. ચાણક્યપુરીમાં દિવ્ય દરબાર યોજાશે. 5 પાનાની આમંત્રણ પત્રિકા તૈયાર થઈ છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે સી.આર. પાટીલનું નામ પણ છે.
અમદાવાદના ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરનો (Baba Bageshwar) દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે આયોજકોએ આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો આવશે તેવો દાવો કર્યો છે. જેને લઈને આયોજન પણ તેટલું જ વિશાળ કરાયું છે. દરબારમાં 5 એન્ટ્રી અને એક્ઝિટ ગેટ મુકાવાના છે. તે સાથે જ 7 સ્થળો પર પાર્કિંગની વ્યવસ્થા ગોઠવાઈ છે. બાબાના દિવ્ય દરબાર માટે આમંત્રણ પત્રિકા પણ તૈયાર થઈ ચુકી છે.
આ પણ વાંચો : સુરતમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની ભવ્ય તૈયારીઓ, ફાયર-પાણી-પાર્કિંગ માટે વિવિધ સમિતિઓ બનાવાઇ
બાબા બાગેશ્વરના કાર્યક્ર્મને લઈને થઈ રહેલી તૈયારીઓમાં આમંત્રણ પત્રિકામાં મુખ્ય અતિથિ તરીકે સી.આર. પાટીલનું નામ છે. આ સાથે સાંસદ અને ધારાસભ્યોના નામનો પણ પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે. 5 પાનાની આમંત્રણ પત્રિકા તૈયાર કરાઈ છે અને આ પત્રિકાનું વિતરણ પણ શરૂ થઈ ગયું છે. આયોજકોનો દાવો છે કે, આવી 20 હજાર પત્રિકા છપાવાઈ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
