Auction Today : અમદાવાદના દસક્રોઇના કુંજાડ ગામમાં પેથાણી માર્કેટમાં પ્લોટની ઇ-હરાજી, જાણો વિગતો
ગુજરાતના અમદાવાદમાં ભાગ્યોદય કો-ઓપરેટિવ બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં દસક્રોઇના કુંજાડ ગામમાં પેથાણી માર્કેટ, અમદાવાદમાં આવેલ બાંધકામ સહિતના પ્લોટની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.
ગુજરાતના અમદાવાદમાં ભાગ્યોદય કો-ઓપરેટિવ બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં દસક્રોઇના કુંજાડ ગામમાં પેથાણી માર્કેટ, અમદાવાદમાં આવેલ બાંધકામ સહિતના પ્લોટની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં આ સ્થાવર મિલકતનું ક્ષેત્રફળ980 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 1,14,00,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 11,14,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 50,000 છે. જેની નિરીક્ષણની તારીખ 107-04-2023 બપોરે 12. 00 વાગેથી 3. 00 વાગે સુધીનો છે. જ્યારે ઇ- હરાજી તારીખ 17-04- 2023 બપોરે 4.00 વાગે છે.
ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો એચડીએફસી બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.
સિક્યોરીટી લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.
આ પણ વાંચો : Auction Today : અમદાવાદના સાણંદના શેલા ગામમાં ફલેટની ઇ- હરાજી, જાણો વિગતો
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…