Gujarati Video: રૂપિયા લઇને અનાજ ન આપતા લોકોએ મચાવ્યો હોબાળો, જુઓ Video

Baldev Suthar
| Edited By: | Updated on: Apr 02, 2023 | 7:40 PM

કે.એસ. ગ્રૂપ દ્વારા મોટી સંખ્યામાં લોકો પાસેથી આવી રીતે રૂપિયા ઉઘરાવી અનાજ ના આપ્યું હોવાની વાત સામે આવી રહી છે. રોષે ભરાયેલા લોકો દ્વારા આજે હોબાળો મચાવ્યો હતો. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લોકો દ્વારા પોતાના પૈસા પરત આપવાની માગ કરવામાં આવી હતી.

સુરતમાં કે.એસ.ડિજિટલ ગ્રૂપ દ્વારા લોકો પાસેથી રૂપિયા લઈને અનાજ આપવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ રૂપિયા લીધા બાદ અનાજ ના આપવામાં આવતા લોકોએ કે.એસ. ઓફિસની બહાર હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો કે.એસ. ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને રૂપિયા પરત આપવાની માગ કરી હતી. બીજી તરફ લોકોના હોબળાના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી મુજબ કે.એસ. ગ્રૂપ દ્વારા લોકો પાસેથી 7 હજાર રૂપિયા લઈને અનાજની કીટ આપવાની લાલચ આપવામાં આવી હતી. પરંતુ રૂપિયા લીધા બાદ લોકોને અનાજ મળ્યું ન હતું. આજે મોટી સંખ્યામાં લોકો પુણા સ્થિત આવેલી કે.એસ. ગ્રૂપની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવી રૂપિયા પરત આપવાની માગ કરી હતી.

કે.એસ. ગ્રૂપ દ્વારા મોટી સંખ્યામાં લોકો પાસેથી આવી રીતે રૂપિયા ઉઘરાવી અનાજ ના આપ્યું હોવાની વાત સામે આવી રહી છે. રોષે ભરાયેલા લોકો દ્વારા આજે હોબાળો મચાવ્યો હતો. બીજી તરડ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લોકો દ્વારા પોતાના પૈસા પરત આપવાની માગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Rajkot: 28 વર્ષિય CA નૈતિક જાજલ બ્રેઈન ડેડ થતા પરિવારે તમામ અંગોનું કર્યું દાન, અંગદાન થકી અનેક લોકોને મળ્યું નવજીવન

બીજી બાજુ સુરત પોલીસે પણ અનાજ કૌભાંડીઓ સામે કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે સુરતમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરી કરોડો રૂપિયાનો વ્યવહાર કરનાર 8 આરોપી પાસામાં રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનામાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 8 આરોપીઓ સામે પાસાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">