Auction Today : અમદાવાદના પાલડી વિસ્તારમાં સ્થાવર મિલકતની ઇ- હરાજી, જાણો વિગતો
ગુજરાતના અમદાવાદમાં પાલડી વિસ્તારમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ઓફિસની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં પાલડી વિસ્તારમાં હાઇ- સ્ટ્રીટ સ્કીમ, આલ્ફા બજાર, લો- ગાર્ડન, અમદાવાદમાં ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.
ગુજરાતના અમદાવાદમાં પાલડી વિસ્તારમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ઓફિસની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં પાલડી વિસ્તારમાં હાઇ- સ્ટ્રીટ સ્કીમ, આલ્ફા બજાર, લો- ગાર્ડન, અમદાવાદમાં ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં આ સ્થાવર મિલકતનું અનુક્રમે ક્ષેત્રફળ 156.03 ચોરસ મીટર, 185. 87 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 1,56,00,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 15,60,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 10,000 છે. જેની નિરીક્ષણની તારીખ 18.04.2023 સવારે 10.30 થી 5.00 વાગ્યે સુધીનો છે. જ્યારે ઇ- હરાજી તારીખ 28.04.2023 બપોરે 01.00 થી 3 . 00 વાગ્યે સુધીનો છે.
ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો કેનરા બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.
સિક્યોરીટી લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.
આ પણ વાંચો : Gujarat Video: અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલની મનમાની, સ્કૂલબસનો ઉપયોગ ન કરતા 200 વિદ્યાર્થીઓના રિઝલ્ટ અટકાવ્યા
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…