અમદાવાદમાં ઉજાલા સર્કલથી વિશાલા જંકશન સુધી આકાર પામશે બીજો એલિવેટેડ કોરિડોર, ટ્રાફિક સમસ્યા થશે હળવી
અમદાવાદ જિલ્લામાં ધોલેરા SIRનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં આ એલિવેટેડ કોરિડોર ટ્રાફિકને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થશે. આનાથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વચ્ચેની કનેક્ટિવિટી પણ સુધારો થશે. આ ઉપરાંત સાણંદમાં અનેક ઔદ્યોગિક એકમો પણ સ્થપાયા છે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સત્તામંડળ દ્વારા અનેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદના સરખેજના ઉજાલા સર્કલ થી વિશાલા સર્કલ સુધી શહેરનો બીજો એલિવેટેડ કોરિડોર આકાર પામવામાં જઇ રહ્યો છે. જેના પગલે આ વિસ્તારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો પણ ઉકેલ આવશે. જેને લોકો પણ આવકારી રહ્યા છે. આ એલિવેટેડ કોરિડોરનું કામ પૂર્ણ થતાં અમદાવાદના ઇસ્કોનથી સાણંદ વચ્ચેની મુસાફરી વધુ સુવિધાજનક બનશે અને સમયમાં પણ ઘટાડો થશે.
ડિઝાઇન અને રૂટને આખરી ઓપ આપ્યા બાદ પ્રોજેક્ટ માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થશે
જ્યારે રાજ્યના માર્ગ અને મકાન સચિવ સંદીપ વસાવાએ એક સમાચાર પત્રને જણાવ્યું હતું કે ડિઝાઇન અને રૂટને આખરી ઓપ આપ્યા બાદ પ્રોજેક્ટ માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થશે. ગાંધીનગર નજીક સરખેજ અને ચિલોડા વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે 44 કિમી લાંબા એસજી હાઇવે પર પહેલેથી જ અંડરપાસ અને ફ્લાયઓવર છે. ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીનો પ્રસ્તાવિત કોરિડોર રાજસ્થાન તરફ જતા ટ્રાફિક માટે ઝડપી માર્ગ પણ પ્રદાન કરશે.
આ પણ વાંચો : Gujarati Video: પંચમહાલ જિલ્લામાં ‘નલ સે જલ યોજના’ની કામગીરી સામે સવાલ, જિલ્લા પંચાયતના દંડકે જ ગંભીર આક્ષેપ કર્યા
આ કોરિડોર બનતાં ટ્રાન્સપોર્ટેશનમાં પણ રાહત મળશે
આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં ધોલેરા SIRનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં આ એલિવેટેડ કોરિડોર ટ્રાફિકને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થશે. આનાથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વચ્ચેની કનેક્ટિવિટી પણ સુધારો થશે. આ ઉપરાંત સાણંદમાં અનેક ઔદ્યોગિક એકમો પણ સ્થપાયા છે. જેના કારણે અમદાવાદ શહેરમાંથી અનેક લોકો રોજગાર માટે સાણંદ જાય છે. આ કોરિડોર બનતાં ટ્રાન્સપોર્ટેશનમાં પણ રાહત મળશે.
રૂપિયા 530.20 કરોડના ખર્ચે એલિવેટેડ કોરિડોરને મંજૂરી
ઉલ્લેખનીય છે કે, આ અંગે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગત માસે એક ટ્વીટ કરીને ગુજરાતના અમદાવાદમાં એસજી હાઈવે પર નવા એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત કરી હતી. ગડકરી ટ્વિટમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં નેશનલ હાઈવે (NH) 147 પર ઈસ્કોન જંકશનથી સાણંદ ફ્લાય ઓવર સુધી રૂપિયા 530.20 કરોડના ખર્ચે એલિવેટેડ કોરિડોરને મંજૂરી આપી છે. આ માર્ગ સૌરાષ્ટ્ર વિસ્તારને રાજધાની ગાંધીનગર અને ઉત્તર ગુજરાત સાથે જોડે છે. આ સ્ટ્રેચમાં હાલમાં કર્ણાવતી ક્લબ ક્રોસરોડ, પ્રહલાદનગર ક્રોસ રોડ અને YMCA ક્લબ પહેલા અન્ય ક્રોસ રોડ જેવા અનેક ક્રોસ રોડ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…