Gujarati Video: પંચમહાલ જિલ્લામાં ‘નલ સે જલ યોજના’ની કામગીરી સામે સવાલ, જિલ્લા પંચાયતના દંડકે જ ગંભીર આક્ષેપ કર્યા
panchmahal news: જિલ્લા પંચાયતના દંડક અરવિંદસિંહ પરમારનો આક્ષેપ છે કે નલ સે જલ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ગેરરીતિ આચરવામાં આવી છે. ખોટો સર્વે કરવામાં આવ્યો છે.
છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તે માટે સરકાર વિવિધ યોજનાઓ બનાવે છે, પરંતુ ઘણી જગ્યાએ યોજનાઓ ભ્રષ્ટાચારની ખાણ બની જતી હોય છે. પંચમહાલ જિલ્લામાં પણ આવું જ કંઈક સામે આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરી સામે જિલ્લા પંચાયતના દંડકે જ ગંભીર આક્ષેપ કર્યા છે.
જિલ્લા પંચાયતના દંડક અરવિંદસિંહ પરમારનો આક્ષેપ છે કે નલ સે જલ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ગેરરીતિ આચરવામાં આવી છે. ખોટો સર્વે કરવામાં આવ્યો છે અને નક્કર કામગીરી કરવામાં નથી આવી. પાણીના સ્ત્રોત વિના જ પાણીની પાઈપલાઈનો નાખી દેવાઈ છે. જેના કારણે કેટલાક ગામોમાં હજુ પણ નળથી જળ યોજનાનો લાભ પહોંચ્યો નથી. આ મામલે તેમણે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા અને સચિવને પત્ર લખીને વિજિલન્સ તપાસની માગ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
