Gujarati Video: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ સંગઠન એકશનમાં, કમલમના કાર્યાલયના સંચાલન માટે 5 લોકોની કમિટી બનાવાઈ
Gandhinagar News : કમલમ કાર્યાલયના સંચાલન માટે ભાજપ સંગઠન દ્વારા કમિટી બનાવવામાં આવી છે. કમલમના કાર્યાલયના સંચાલન માટે 5 લોકોની કમિટી બનાવી છે.
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ સંગઠન એકશનમાં આવી ગયું છે. કમલમ કાર્યાલયના સંચાલન માટે ભાજપ સંગઠન દ્વારા કમિટી બનાવવામાં આવી છે. કમલમના કાર્યાલયના સંચાલન માટે 5 લોકોની કમિટી બનાવી છે. કાર્યાલય સંચાલન અને પ્રવાસ અંગેની કમિટીમાં 5 લોકોનો સમાવેશ કરાયો છે. પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ અને જૂનાગઢ શહેરના પ્રભારી ચંદ્રકાંત દવેનો સમાવેશ છે.
જયારે સુરત શહેરના મહામંત્રી કિશોર બિંદલ, વડોદરા શહેરના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ અને સંગઠન મંત્રી નાથુભા સરવૈયાનો પણ કમિટીમાં સમાવેશ થયો છે. આ પાંચ લોકોની બનાવેલી કમિટી વિવિધ જિલ્લાનો કરશે પ્રવાસ. જિલ્લા તાલુકા અને મંડળના કાર્યપ્રણાલીની સમીક્ષા બાદ ભાજપને એક્ટિવ કરશે. સાથે ભાજપ સંગઠનની કામગીરી અંતર્ગત પણ સમીક્ષા કરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
