AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આનંદનગર રોડ પર વોલ્વો કારનો સર્જાયો અકસ્માત, પોલીસે કાર ચાલક વિરુદ્ધ નોંધ્યો ગુનો

અમદાવાદ ખાતે વોલ્વો કારે બેફામ રીતે ગાડી હંકારતા એક્ટિવાને ટક્કર મારી હતી. ઘટના બનતા પોલીસ સ્થળ પર તો પહોચી પરંતુ કોઈ પણ હાજર વ્યક્તિ ફરિયાદ આપવા તૈયાર નહતી અંતે ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલક ફરિયાદ આપવા તૈયાર થયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 10:55 PM
Share

અમદાવાદ આનંદ નગર રોડ પર અકસ્માતની ઘટના બની છે. વોલ્વો કારનો અકસ્માત સર્જાતા ઈજા થઈ હોવાની ઘટના પણ સામે આવી હતી. વોલ્વો કાર ચાલક બેફામ રીતે આવી એક્ટિવા સાથે ટક્કર માટી હતી, જે દરમ્યાન આ ઘટના બની હતી. અકસ્માતને લઈ પોલીસે વોલ્વો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કોઈ પણ હાજર વ્યક્તિ ફરિયાદ આપવા તૈયાર નહીં

બેફામ રીતે વાહન ચલાવતા વાહન ચાલકોને લઈ પોલીસ તેમના વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. જેની વચ્ચે અમદાવાદના આનંદ નગર ખાતે ફરી આવી ઘટના બની છે. વોલ્વો કારે બેફામ રીતે ગાડી હંકારી લાવી એક્ટિવાને ટક્કર મારી હતી. ઘટના બનતા પોલીસ સ્થળ પર તો પહોંચી પરંતુ કોઈ પણ હાજર વ્યક્તિ ફરિયાદ આપવા તૈયાર નહતી અંતે ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલક ફરિયાદ આપવા તૈયાર થયો હતો.

સારવાર લીધા વિના કાર ચાલક ફરાર

મહત્વનું છે કે સ્થળ પર એક્ટિવા ચાલક સહિત અન્ય બે લોકોને પણ ઈજા પહોંચી હતી. વોલ્વો કાર ચાલક દારૂના નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં કાર ચાલકને પણ ઇજા પહોચી હતી. ધડાકાભેર કાર અથડાતાં કાર ચાલકને પહોચેલી ગંભીર ઇજાને લઈ તેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે ત્યથી સારવાર લીધા વિના કાર ચાલક ફરાર થયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી કાર ચાલકનની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : વસ્ત્રાપુરમાં આવેલા રેસ્ટોરન્ટમાં બે કર્મચારી વચ્ચે થયેલી મારામારીમાં રસોઈયાનું થયુ મોત, બંને કર્મચારીઓ બિહારનો હોવાનો ખૂલાસો

શનિવારે રાજ્યમાં બે અકસ્મતાની ઘટના બની હતી જેમાં 9 લોકોનું મૃત્યુ થયી હતું. આ મૃતકોના પરિજનોને મોરારી બાપુએ 11 હજારની સહાય અર્પણ કરી છે. રામકથાકાર મોરારી બાપુ દેશમાં કે વિદેશમાં ઘટતી કુદરતી આપદા જેવી કે ભૂકંપ, પૂર જેવી ઘટનામાં પીડિતોને મદદરૂપ થવા માટે નાની મોટી સહાય અચૂક મોકલે છે. જ્યારે રાજ્યમાં શનિવારે (06.05.23) ઘટેલી બે ગોજારા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે.

સુરત અને બારડોલી વચ્ચે કાર અને ડમ્પર વચ્ચે ગોજારા અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા. ત્યારે આ મૃતકોના પરિજનો પ્રત્યે મોરારી બાપુએ સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના પરિવારને 11 હજાર લેખે કુલ મળીને 66 હજારની સહાય અર્પણ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">