Ahmedabd: વસ્ત્રાપુરમાં આવેલા રેસ્ટોરન્ટમાં બે કર્મચારી વચ્ચે થયેલી મારામારીમાં રસોઈયાનું થયુ મોત, બંને કર્મચારીઓ બિહારનો હોવાનો ખૂલાસો
Ahmedabad: વસ્ત્રાપુરમાં બે કર્મચારી વચ્ચે થયેલી મારામારીનો હત્યામાં પરિણમી છે. રેસ્ટોરન્ટમાં કામ કરતા બંને કર્મચારી વચ્ચે પહેલા બોલાચાલી થઈ હતી. જે બાદ બોલાચાલી હત્યામાં પરિણમી હતી. મારામારીની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રેસ્ટોરન્ટમાં કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક કર્મચારીનું મૃત્યુ નીપજતા પોલીસ એ હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. રેસ્ટોરન્ટમાં આવેલ ઓર્ડરને લઈને બંને કર્મચારીઓ વચ્ચે થયેલી બોલાચાલી હત્યામાં વણસી હતી. હત્યાના લાઈવ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ છે.
વસ્ત્રાપુરમાં આવેલા રેસ્ટોરન્ટમાં થયેલી મારામારીમાં એક કર્મચારીની હત્યા
શહેરના વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ ચારકોલ રેસ્ટોરન્ટમાં ગત મોડી રાત્રે રેસ્ટોરન્ટના બે કર્મચારીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સતીશ પાસવાન નામના કર્મચારીને પવન કુમાર સુરી નામના કર્મચારીએ માર મારતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. જે અંગે પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યાનો ગુનો દાખલ કરી ને આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
CCTV Footage: Hotel employee stabbed to death over a minor dispute in Vastrapur #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/Hms1jV8lz7
— Tv9 Gujarati (@tv9gujarati) May 8, 2023
બોલાચાલી બાદ થયેલી છુટાહાથની મારામારીમાં રસોયાની હત્યા
સમગ્ર ઘટનાક્રમ મુજબ બન્ને કર્મચારી વચ્ચે થયેલા મારમારીના લાઈવ સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં મારમારી દરમિયાન જ એક યુવકનું મૃત્યુ નીપજ્યું. મૃતક સતીશ પાસવાન છેલ્લા પાંચ વર્ષથી વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ ચારકોલ રેસ્ટોરન્ટમાં રસોયા તરીકે નોકરી કરે છે. ગત મોડી રાત્રે આશરે 2:30 વાગ્યાના આસપાસ આ રેસ્ટોરન્ટમાં સાફ-સફાઈનું કામ કરતા પવન કુમાર સુરીએ મેનેજર તરફથી આપવામાં આવેલ ગ્રાહકના ઓર્ડરની ચીઠ્ઠી મૃતકને નહીં આપીને પોતાની પાસે રાખી મુકતા બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો અને છુટા હાથની મારામારી થઈ હતી. જેમાં મારામારી દરમિયાન મૃતક નીચે પડી જતા બેભાન થઈ ગયો હતો.
આ પણ વાંચો: Ahmedabad : માધવપુરામાં TRB જવાનના નકલી આઈકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, 2000 થી વધુ કાર્ડ બનાવ્યા
મારામારી કરનારા બંને શખ્સો બિહારના વતની
રેસ્ટોરન્ટમાં હાજર અન્ય કર્મચારીઓ દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. નોંધનીય છે કે મૃતક અને આરોપી બિહારના વતની છે. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી એફએસએલની મદદ લઈ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…