અમદાવાદમાં ઓમીક્રોનની દહેશત વચ્ચે તંત્ર સતર્ક, હોમ ક્વોરન્ટાઇન નિયમનો ભંગ કરનાર સામે ફરિયાદ દાખલ

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વચ્ચે દરરોજ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં 6 ડિસેમ્બરના રોજ શહેરમાં કોરોનાના 09 કેસ નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 11:53 PM

અમદાવાદ (Ahmedaad) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના(Corona)  કેસ વચ્ચે હોમ ક્વોરન્ટાઇન નિયમનો ભંગ કરનાર સામે એએમસીએ(AMC) લાલ આંખ કરી છે. જેમાં હોમ ક્વોરન્ટાઇનનો( Home Quarantine)  ભંગ કરનાર વાસણાના વ્યક્તિ સામે એએમસીએ ફરિયાદ નોંધાવી છે. આ વ્યકિત 2 ડિસેમ્બરના રોજ તુર્કીથી આવી છે. 

જેમને અમદાવાદ મેડિકલ ઓફિસર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં નિયમનું પાલન ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે. તેમના ટેસ્ટ કરવા માટે વારંવાર કૉર્પોરેશનની ટીમ ઘરે જતી હતી છતાં તે ઘરે મળતા નહોતા. જેને લઇને કોર્પોરેશને આખરે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વચ્ચે દરરોજ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં 6 ડિસેમ્બરના રોજ શહેરમાં કોરોનાના 09 કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઑમિક્રોનની એન્ટ્રી બાદ થોડો ફફડાટ, થોડી ચિંતા ફેલાઈ છે.ત્યારે કોરોનાની બીજી લહેર જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાજ્ય સરકાર સતર્ક છે.રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનો દાવો છે કે, હોસ્પિટલોમાં ICU અને વેન્ટિલેટર બેડ, દવાઓ અને ઓક્સિજનનો પૂરતો જથ્થો છે અને કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

રાજ્યમાં હાલ 87,959 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં 6,551 બેડ ICU વિથ વેન્ટિલેટર; 6298 ICU બેડ, 48,744 ઓક્સિજન બેડ, 19,763 જનરલ બેડનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38 કેસ સાથે જાણો રાજ્યના મહત્વના સમાચારો

આ પણ વાંચો: અમદાવાદ પોલીસનો સરાહનીય પ્રયાસ, ડ્રગ્સના રવાડે ચઢેલી 48 યુવતીઓને નવજીવન બક્ષ્યું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">