શનિવાર અને રવિવારે પાનના ગલ્લા બંધ કરવાનો પાન ગલ્લા એસોસિએશનનો સ્વયંભૂ નિર્ણય પણ AMCએ કરી કાર્યવાહી

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે બજારોમાં થતી ભીડ ઓછી કરવા પાન ગલ્લા એસોસીએશન દ્વારા શનિવાર અને રવિવાર સ્વયંભૂ બંધ પાડવા માટે નિર્ણય કર્યો છે.

  • Darshal Raval
  • Published On - 19:31 PM, 10 Apr 2021
શનિવાર અને રવિવારે પાનના ગલ્લા બંધ કરવાનો પાન ગલ્લા એસોસિએશનનો સ્વયંભૂ નિર્ણય પણ AMCએ કરી કાર્યવાહી

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે બજારોમાં થતી ભીડ ઓછી કરવા પાન ગલ્લા એસોસીએશન દ્વારા શનિવાર અને રવિવાર સ્વયંભૂ બંધ પાડવા માટે નિર્ણય કર્યો છે. જો કે ગલ્લા બંધ ન રહેતા AMC હરકતમાં આવ્યું છે અને પાનના ગલ્લા સાથે ચાની કિટલીઓ પણ બંધ કરાવી છે. Amcના સોલિડ વેસ્ટ વિભાગની વિવિધ ટીમે વિવિધ વિસ્તારમાં ફરીને કાર્યવાહી કરી અને પાનના ગલ્લા અને ટી સ્ટોલ બંધ કરાવ્યા હતા.

 

 

જેમાં સિંધુભવન રોડ, ઓઢવ સહિત વિવિધ સ્થળે સોલિડ વેસ્ટ વિભાગે કાર્યવાહી કરી હતી. કોરોના વાઈરસના કેસ વધતા અને ભીડ ઓછી કરવાના પ્રયાસના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી. ગત રોજ પાન ગલ્લા એસોસિએશન તરફથી પાનના ગલ્લા સ્વયંભૂ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. AMCમાં અધિકારીને મળેલી મિટિંગમાં મૌખિક આદેશ આપવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં શનિવાર અને રવિવાર પૂરતું સોલિડ વેસ્ટ વિભાગ બંધ કરવાની કાર્યવાહી કરશે. જે બાદ સોમવારે નવા નિર્ણય જાહેર થશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે.

 

રાજકોટમાં 80 ટકા પાનના ગલ્લાવાળા લોકો સ્વયંભૂ લોકડાઉનમાં ન જોડાયા

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ સહિત ગુજરાત પાન એસોસિએશન દ્વારા શનિવાર અને રવિવાર સ્વયંભુ લોકડાઉન કરીને બે દિવસ પાનના ગલ્લા બંધ રાખવાની જાહેરાત કરી હતી. જો કે રાજકોટના 80 ટકા પાનના ગલ્લાધારકોએ પોતાના ગલ્લા ચાલુ રાખ્યા હતા અને સ્વયંભૂ લોકડાઉનમાં જોડાયા ન હતા.

 

 

રાજકોટ પાનના ગલ્લાધારકોના કહેવા પ્રમાણે કોરોનાને કારણે પાનના ધંધામાં પહેલાથી જ અસર થઈ છે, તેવામાં જો બે દિવસનું લોકડાઉન રાખવામાં આવે તો સ્થિતિ કફોડી થઈ શકે છે. મહત્વનું છે કે શહેરમાં કુલ 4 હજાર જેટલા પાનના ગલ્લા છે તેમાંથી પાન એસોસિએશન સાથે જોડાયેલા 1 હજાર જેટલા પાનના ગલ્લાધારકોએ સ્વયંભુ લોકડાઉનની જાહેરાત કરી હતી, જો કે તેમાંથી પણ માત્ર 20 ટકા ધંધાર્થીઓએ બંધ પાડ્યો છે.

 

આ પણ વાંચો: Gandhianagar : કોરોનાને કારણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ, રાજ્યના ચૂંટણીપંચે કરી જાહેરાત