AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: આજે દૂંદાળા દેવની વિદાય, અમદાવાદીઓ જાણી લો કયા રસ્તા રહેશે બંધ અને કેવું છે આયોજન

ગણપતિની શોભાયાત્રા અને વરઘોડા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ઉભો કરવામાં આવ્યો છે.  8 હજાર પોલીસકર્મીઓ, SRPની 11 અને RAFની 1 કંપની તૈનાત રહેશે તેમજ કોઈ ડૂબી ન જાય તે માટે જડબેસલાક આયોજન કરાયું છે

Ahmedabad: આજે દૂંદાળા દેવની વિદાય, અમદાવાદીઓ જાણી લો કયા રસ્તા રહેશે બંધ અને કેવું છે આયોજન
Ganesh Visarjan (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 8:57 AM
Share

દસ દિવસથી રંગેચંગે સ્થાપન કરવામાં આવ્યું હોય તેવા વિધ્નહર્તાને  આજે  અનંત ચતુદર્શીના  (Anant Chaturdashi) દિવસે ભાવભીની વિદાય આપવામાં આવશે. ત્યારે અમદાવાદમાં ગણેશ વિસર્જનને  (Ganesh visrajan 2022) પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગણેશ વિસર્જન માટેના કુંડ રિવર ફ્રન્ટ (River front )ખાતે કરવામાં આવી હોવાથી શહેરમાં એસટીથી જમાલપુર બ્રિજ થઈને પાલડી ચાર રસ્તા તરફ જવાનો રસ્તો બંધ રહેશે. ગુજરાત (Gujarat)  સહિત સમગ્ર દેશમાં રંગેચંગે 10 દિવસ સુધી ગણપતિ આરાધનાની ઉજવણી પૂર્ણ થવા જઇ રહી છે. અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિઓનું જળવિસર્જન કરવાની વેળા આવી ગઇ છે. આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં મનપા (AMC) તરફથી ગણેશ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સાથે જ લોકોની ધાર્મિક લાગણી પણ ન દુભાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ માર્ગો પણ રહેશે બંધ

  1. એસટીથી રાયપુર, સારંગપુર થઈ કાલુપુર ઈનગેટ તરફનો રસ્તો
  2. રેલવે સ્ટેશનથી સારંગપુર, રાયપુર, ખમાસા, એલિસબ્રિજથી ટાઉનહોલ સુધી
  3. પશ્વિમમાં વાડજ સ્મશાન ગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ પરનો રસ્તો
  4. પૂર્વમાં પિકનિક હાઉસથી આંબેડકર બ્રિજ સુધી રિવરફ્રન્ટનો રસ્તો બંધ રહેશે
  5. એસટીથી જમાલપુર બ્રિજ થઈ પાલડી તરફનો માર્ગ

ગણેશ વિસર્જન માટે શહેરમાં બનાવવામાં આવ્યા છે 70 કુંડ

અમદાવાદમાં મનપા તરફથી ગણેશ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સાથે જ લોકોની ધાર્મિક લાગણી પણ ન દુભાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશ વિસર્જન માટે મનપાએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 70થી વધુ વિસર્જન કુંડ તૈયાર કર્યાં છે

શહેરીજનોને પાણીમાં ન ઉતરવા અપીલ

રિવરફ્રન્ટ ઉપર વિસર્જન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે ગણપતિ વિસર્જન નિમિત્તે શહેરમાં 46 નાની-મોટી શોભાયાત્રા નીકળશે ત્યારે ગણપતિની શોભાયાત્રા અને વરઘોડા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ઉભો કરવામાં આવ્યો છે.  8 હજાર પોલીસકર્મીઓ, SRPની 11 અને RAFની 1 કંપની તૈનાત રહેશે તેમજ કોઈ ડૂબી ન જાય તે માટે જડબેસલાક આયોજન કરાયું છે વિસર્જન સ્થળે એમ્બ્યુલન્સ, રેસ્ક્યૂ ટીમ, ક્રેન, બોટ, તરવૈયા સાથે તૈનાત રહેશે. ગુજરાત (Gujarat)  સહિત સમગ્ર દેશમાં રંગેચંગે 10 દિવસ સુધી ગણપતિ આરાધનાની ઉજવણી પૂર્ણ થવા જઇ રહી છે.અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિઓનું જળવિસર્જન કરવાની વેળા આવી ગઇ છે.આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.અમદાવાદમાં મનપા (AMC) તરફથી ગણેશ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સાથે જ લોકોની ધાર્મિક લાગણી પણ ન દુભાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">