વિઘ્નહર્તાની વિદાય : ગણેશ વિસર્જનને લઈ અમદાવાદ મનપાએ કરોડોના ખર્ચે કરી આ ખાસ વ્યવસ્થા

ગણેશ વિસર્જન સમયે ફાયર વિભાગની સાથે સોલિટ વેસ્ટ મેનેજમેન્ટની ટીમને પણ તૈનાત રહેવા આદેશ કરવામાં આવ્યો છે.

વિઘ્નહર્તાની વિદાય : ગણેશ વિસર્જનને લઈ અમદાવાદ મનપાએ કરોડોના ખર્ચે કરી આ ખાસ વ્યવસ્થા
Ganesh idol immersion
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Sep 09, 2022 | 7:43 AM

Ahmedabad : ગુજરાત (Gujarat)  સહિત સમગ્ર દેશમાં રંગેચંગે 10 દિવસ સુધી ગણપતિ (Lord Ganesha) આરાધનાની ઉજવણી પૂર્ણ થવા જઇ રહી છે.અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિઓનું (ganesha idol) જળવિસર્જન કરવાની વેળા આવી ગઇ છે.આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.અમદાવાદમાં મનપા (AMC) તરફથી ગણેશ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સાથે જ લોકોની ધાર્મિક લાગણી પણ ન દુભાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિસર્જન કૂંડ પાછળ સાત કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો

ગણેશ વિસર્જન માટે મનપાએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 70થી વધુ વિસર્જન કુંડ તૈયાર કર્યા છે. આ સાથે ભક્તોની સુરક્ષા માટે ફાયર વિભાગની (FIRE Team) ટીમ પણ ખડેપગે રહેશે.તો ગણેશ વિસર્જન સમયે ફાયર વિભાગની સાથે સોલિટ વેસ્ટ મેનેજમેન્ટની ટીમને પણ તૈનાત રહેવા આદેશ કરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ મનપાએ કૂંડ પાછળ સાત કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.

ગુરૂકુળ વિસ્તારમાં મહાઆરતી યોજાઇ

દેશભરમાં ગણેશ મહોત્સવનો માહોલ બરાબરનો જામ્યો છે.ભક્તો શ્રીજીની ભક્તિમાં લીન બન્યા છે. ત્યારે અમદાવાદના ગુરૂકુળ વિસ્તારમાં ગણેશજીની મહાઆરતી યોજાઇ હતી.બાપાને મહાપ્રસાદ ચડાવવામાં આવ્યો હતોબાપાના દર્શન માટે ભક્તો ભાવવિભોર બન્યા હતા અને દરવર્ષે આ આનંદ બેવડાઇ રહ્યો છે.

ગણેશ વિસર્જનને લઈ કોર્પોરેશન સજ્જ

વડોદરા કોર્પોરેશને ગણેશ વિસર્જન માટે 4 કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યાં છે.ગણેશ વિસર્જન દરમિયાન કુત્રિમ તળાવ ખાતે ફાયર બ્રિગેડ જવાનો અને તરવૈયાઓ પણ હાજર રહેશે.ગણેશ વિસર્જનનો અવસર શાંતિપૂર્ણ માહોલમાં સુચારુપણે સંપન્ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati