AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યુ અત્યાર સુધીનું સૌથી મોટુ 75 લાખ રૂપિયાનું દાન

Ahmedabad: અમદાવાદની સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીનું સૌથી મોટુ દાન મળ્યુ છે. નડિયાદના સ્વ ઉર્વશીબેન પટેલના સ્મરણાર્થે તેમની ઈચ્છા મુજબ તેમના ભાઈ નરેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલને 75 લાખ રૂપિયાનું દાન કર્યુ છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યુ અત્યાર સુધીનું સૌથી મોટુ 75 લાખ રૂપિયાનું દાન
સિવિલને મળ્યુ 75 લાખનું દાન
Jignesh Patel
| Edited By: | Updated on: Jan 16, 2023 | 11:51 PM
Share

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીનો સૌથી મોટું દાન આવ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું 75 લાખ રૂપિયાનું દાન મળ્યુ છે. નડિયાદના પીજ ગામના સ્વ.ઉર્વશીબેન પટેલના સ્મરણાર્થે આ દાન સિવિલમાં આપવામાં આવ્યું છે.

સ્વ.ઉર્વશીબેનના સ્વજને જણાવ્યું કે ઉર્વશીબેન સાડીની દુકાન ચલાવત હતા. જેમનું 13 જાન્યુઆરી 2022ના રોજ અવસાન થયું હતું. સમગ્ર જીવન દરમિયાન તેમણે પાઈ-પાઈ કરીને એકઠી કરી હતી. જેનો ઉલ્લેખ તેમણે તેમના વીલમાં પણ કર્યો હતો. પોતાના વીલમાં સ્વ. ઉર્વશીબેને ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના ગયા બાદ તેમના નાણા અને મિલકતના વેચાણ બાદ એકઠી થયેલી તમામ રકમ મંદિરમાં કે કોઈ વ્યક્તિને નહીં આપીને લોકોની સેવા થાય તેવા કાર્યમાં વાપરવી.

જેથી સ્વ.ઉર્વશીબેનની ઈચ્છા પ્રમાણે તેમના ભાઈએ સ્વ.ઉર્વશીબેનની તમામ 75 લાખ રૂપિયાની રકમ સિવિલ હોસ્પિટલને દાનમાં આપી છે. પીજ ગામના આ નરેન્દ્રભાઈએ પોતાની બહેનની અંતિમ ઇચ્છાને પૂરી કરવા એક ઉમદા પગલું ભર્યું અને આજે સિવિલ હોસ્પિટલમાં લોકઉપયોગી થવાના શુભ આશયથી બહેનના સ્મરણાર્થે રૂ. 75 લાખનું દાન કર્યું છે.

આ તરફ સિવિલ પ્રશાસન તરફથી આ ડોનેશનનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે સિવિલ હોસ્પિટલના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આટલું મોટું દાન એક સાથે મળી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે સ્વ.ઉર્વશીબેને ઉદ્દેશ્યથી પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી, તે જ પ્રમાણે લોકોની સેવા માટે આ નાણાનો ઉપયોગ થશે. દાનની આ રકમથી સિવિલ હોસ્પિટલમાં બેડ, જરૂરી સાધનો સહિત પીડિયાટ્રિક વોર્ડમાં સાધન સામગ્રીની ખરીદી કરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં બે અંગદાન, બે વર્ષમાં 99 અંગદાન

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હરહંમેશથી દાનની સરવાણી વહેતી રહી છે. પરંતુ અમારા ધ્યાન મુજબ નરેન્દ્રભાઈના હસ્તે કરવામાં આવેલ રૂ. 75 લાખનું દાન વ્યક્તિગત સ્તરે સૌથી મોટું દાન છે. ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો સારવાર માટે સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલને પ્રાથમિકતા આપતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલને તમામ પ્રકારની સુવિધાઓ, જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. સમાજ અને સરકારના સહયોગથી સિવિલ હોસ્પિટલનાં સેવાકીય કાર્યોનો રથ અવિરતપણે આગળ ધપી રહ્યો છે. સમગ્ર સિવિલ હોસ્પિટલ તંત્ર નરેન્દ્રભાઈનો અને સદગત ઉર્વશીબહેનનો આ મહાદાન બદલ આભાર માનીએ છીએ.

g clip-path="url(#clip0_868_265)">