Video: અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજ અને સિવિલ હોસ્પિટલને NAAC દ્વારા A+ ગ્રેડ એનાયત

Video:અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજ અને સિવિલ હોસ્પિટલને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડેશન કાઉન્સિલ તરફથી A+ ગ્રેડ આપવામાં આવ્યો છે. સાથે જ 5 વર્ષ માટેની પ્રતિષ્ઠિત માન્યતા પણ એનાયત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 11:55 PM

અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલને NAAC એટલે કે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડેશન કાઉન્સિલ તરફથી A+ ગ્રેડ આપવામાં આવ્યો છે. સાથે જ 5 વર્ષ માટેની પ્રતિષ્ઠિત માન્યતા પણ એનાયત કરવામાં આવી છે. NAAC દ્વારા ગુણવત્તાસભર માળખાકીય સુવિધાઓ માટે 4.00માંથી 3.44 પોઈન્ટ મેળવનારી અમદાવાદની સરકારી ડેન્ટર કૉલેજ અને હોસ્પિટલ સમગ્ર દેશની એકમાત્ર સંસ્થા બની છે.

NAACની ટીમે 4 અને 5 જાન્યુઆરીના રોજ સરકારી ડેન્ટલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં હોસ્પિટલ અને કૉલેજમાં ઉપલબ્ધ ઉચ્ચ ગુણવત્તાસભર સારવાર પધ્ધતિ, અભ્યાસક્રમોને લગતી સંલગ્ન શૈક્ષણિક તથા મૂલ્યાંકન પધ્ધતિઓનો વિકાસ, આરોગ્યનું માળખું, અને સંશોધનોને વધુ પ્રાધાન્ય આપી વિદ્યાર્થી તેમજ ફેકલ્ટીને વધુને વધુ પ્રોત્સાહન પાપ્ત થાય તે દિશામાં કરેલા પ્રયાસોનનું મૂલ્યાંકન કર્યું હતું. સાથે જ સંસ્થાના માળખાકીય અને વહીવટી માળખાને ઉચ્ચસ્તરીય અને સુચારૂ બનાવવાની દિશામાં કરવામાં આવેલ કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યા બાદ આ ગ્રેડ આપવામાં આવ્યો છે.

બેસ્ટ રેટિંગ માટે ધ્યાનમાં લેવાયેલ બાબતો

  • હોસ્પિટલ અને કોલેજમાં ઉપલબ્ધ ઉચ્ચ ગુણવત્તાસભર સારવાર પદ્ધતિ
  • ડેન્ટલ વિષયોમાં અભ્યાસક્રમોને લગતી શૈક્ષણિક તથા મૂલ્યાંકન પદ્ધતિ
  • આરોગ્ય માળખાને ઉચ્ચસ્તરીય બનાવવા માટે પ્રયાસો અને સંશોધનો
  • વિદ્યાર્થી તેમજ ફેકલ્ટીને વધુને વધુ પ્રોત્સાહન માટે સંસ્થાએ કરેલા પ્રયાસો
  • સંસ્થાના વહીવટી માળખાને સુચારૂ બનાવવાની કામગીરીના મૂલ્યાંકન

NAACની ટીમ દ્વારા 4 અને 5 જાન્યુઆરીએ રોજ અમદાવાદની સરકારી ડેન્ટલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત માપદંડને આધારે 3.44 બેસ્ટ રેટિંગ મળ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">