Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં બે અંગદાન, બે વર્ષમાં 99 અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલે ડિસેમ્બર-2020 માં શરૂ થયેલ અંગદાન આજે 99 એ પહોંચ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોએ અંગદાન કરીને 8 જરૂરિયાત મંદોના અંધકામય જીવનમાં અજવાસ પાથર્યો છે.

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં બે અંગદાન, બે વર્ષમાં 99 અંગદાન
Organ Donation Ahmedabad Civil
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jan 12, 2023 | 10:07 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલે ડિસેમ્બર-2020 માં શરૂ થયેલ અંગદાન આજે 99એ પહોંચ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોએ અંગદાન કરીને 8 જરૂરિયાત મંદોના અંધકામય જીવનમાં અજવાસ પાથર્યો છે. સિવિલ હોસ્પિટલમાં થયેલ 98 માં અંગદાનમાં મૂળ ઉત્તરપ્રદેશના 26 વર્ષીય દિપુભાઇ બચુલાલ ઉંચાઇ પરથી પડી જવાના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સધન સારવાર અર્થે દાખલ હતા. તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે શરૂઆત થી જ સ્થિતિ ગંભીર હતી.

એક લીવર અને હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી

જ્યારે ચાર દિવસની સઘન સારવાર બાદ 11 મી જાન્યુઆરીના દિવસે તેઓને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરતા કાઉન્સેલર્સ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા. તેમના પરિવારજનો દ્વારા બ્રેઇનડેડ દિપુભાઇના અંગોનું દાન કરતા બે કિડની, એક લીવર અને હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી છે.

પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી

તેવી જ રીતે સિવિલ હોસ્પિટલમાં થયેલ 99 માં અંગદાનની વિગતો જોઇએ તો સાબરકાંઠાના 28 વર્ષના ભરતભાઇ સેનવા છાપરા પરથી પડી જતા તેઓને પણ માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. તેઓ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર મેળવી રહ્યા હતા. જેઓને પણ ૧૨ મી જાન્યુઆરીની વહેલી સવારે તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. બ્રેઇનડેડ ભરતભાઇના અંગદાનમાં બે કિડની,એક લીવર અને હ્રદયનું દાન મળ્યું છે.

10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા

મેડિસીટી કેમ્પસની જ કિડની અને હાર્ટ હોસ્પિટલમાં

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ સિવિલ મેડિસીટીને વિકસાવવાના જોયેલા સ્વપ્નના ફળ આજે મળતા થયા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતા અંગદાન બાદ તેમાંથી મળતા અંગોના પ્રત્યારોપણ મેડિસીટી કેમ્પસની જ કિડની અને હાર્ટ હોસ્પિટલમાં થતા શક્ય બન્યા છે.

બે મહિનાના ટુંકાગાળામાં  પાંચ હ્રદયનું સફળતાપૂર્ણ પ્રત્યારોપણ

જેના પરિણામે સરકારી હોસ્પિટલમાં થતા પ્રત્યારોપણ નિ:શુલ્ક અથવા તો ખુબ જ નજીવા દરે થઇ રહ્યા છે. આર્થિક ભીંસના કારણે અંગોની ખોડખાપણમાંથી નવજીવન મેળવવું જે ગરીબ પરિવારો માટે ફક્ત એક સ્વપ્ન સમુ બની ગયું હતુ તે આજે પુર્ણ થતું જોવા મળી રહ્યું છે. મેડિસીટી કેમ્પસની યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા બે મહિનાના ટુંકાગાળામાં  પાંચ હ્રદયનું સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલે છેલ્લા ૨ વર્ષમાં અંગદાતા પરિવારોના સેવાભાવી નિર્ણયના પરિણામે 99 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન મેળવ્યા છે. જેમાંથી મળેલા 315 અંગોથી 292 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
g clip-path="url(#clip0_868_265)">