Ahmedabad: ચાંદખેડામાં થયેલી યુવકની હત્યાનો ખૂલ્યો ભેદ, સમલૈંગિક સંબંધ બાંધવા દબાણ કરતા યુવકે કરી નાખી હત્યા

Ahmedabad: ચાંદખેડામાં થોડા દિવસ પહેલા થયેલી યુવકની નિર્મમ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે હત્યા કરનાર રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી છે. સમલૈંગિક સંબંધ બાંધવા માટે યુવકે દબાણ કરતા હત્યા થઈ હોવાનો ખૂલાસો થયો છે.

Ahmedabad: ચાંદખેડામાં થયેલી યુવકની હત્યાનો ખૂલ્યો ભેદ, સમલૈંગિક સંબંધ બાંધવા દબાણ કરતા યુવકે કરી નાખી હત્યા
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Oct 27, 2023 | 8:24 PM

Ahmedabad: અમદાવાદના ચાંદખેડામાં 20 ઓક્ટોબરના રોજ 45 વર્ષીય શખ્સનો અર્ધ નગ્ન હાલતમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યાના 6 દિવસ બાદ સીસીટીવીને આધારે પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. આ હત્યા ક્યા કારણોસર કરાઈ તેનુ કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

ઘટનાની તપાસ દરમિયાન પોલીસે મૃતક જયેશ પરમાર અને આરોપી કમલેશ રોત સાથે જતા હોય તેવા CCTV મળી આવ્યા હતા. આ CCTVને આધારે તપાસ કરતા પોલીસ આરોપી સુધી પહોંચી હતી. એટલુ જ નહીં પોલીસે મૃતક અને આરોપીના CDR લોકેશન કઢાવતા ચાંદખેડાની કોઈ અવાવરુ જગ્યાનું લોકેશન મળ્યુ હતુ. આ લોકેશનના આધારે પોલીસે રાજસ્થાનના શખ્સ કમલેશ રોતની ધરપકડ કરી હતી.

સમલૈંગિક સંબંધ બાંધવા દબાણ કરતા કરી નાખી હત્યા

પોલીસે આરોપી કમલેશની ધરપકડ કરી તેની સઘન પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાનુ કબૂલ્યુ હતુ. આરોપીના જણાવ્યા મુજબ મૃતક સમલૈંગિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હોવાથી તે પસંદ ન હોવાથી ઉશ્કેરાઈ જઈને પથ્થરનો ઘા માર્યો, ત્યારબાદ ગળુ દબાવીને જયેશ પરમારની હત્યા કરી નાખી હતી. છેલ્લા અનેક દિવસોથી મૃતક આરોપી કમલેશ રોતને જાતિય સંબંધ બાંધવા માટે દબાણ કરતો હોવાનો આરોપીએ ખૂલાસો કર્યો. પોલીસે આ અંગે તપાસ કરતા છેલ્લા 15 દિવસથી મૃતક અને આરોપીનું સાંજના સમયે ચાંદખેડાની અવાવરુ જગ્યાનું લોકેશન મળી આવ્યુ છે.

LIC ની આ યોજનામાં તમને મળશે દર મહિને 15,000 રૂપિયા
Beer Health Effect : 21 દિવસ સુધી સતત બીયર પીવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘી માં તળીને ખાવાથી આ તમામ બીમારીઓનો જડમૂળમાંથી થશે નાશ
અનુભવી ભારતીય ખેલાડીએ લીધી નિવૃત્તિ
નીતા અંબાણીએ જણાવ્યું Ambani Family માટે જામનગર કેમ ખાસ છે ?
જુની સાડીમાંથી બનાવો નવી ડિઝાઇનના ડ્રેસ, જુઓ photo

મૃતક જયેશ અનેક યુવકોના સંપર્કમાં હોવાનો આરોપીનો ખૂલાસો

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે મૃતક જયેશ કલોલનો રહેવાસી હતો અને ઈફ્કો કંપનીમાં નોકરી કરતો હતો. તેના 7 વર્ષ પહેલા છુટાછેડા થયા હતા. આરોપી કમલેશ મૂળ રાજસ્થાનનો પરિણિત શખ્સ છે અને અમદાવાદમાં ઘરઘાટી તરીકે કામ કરે છે. તેની પત્ની વતન રાજસ્થાનમાં છે. થોડા દિવસ પહેલા જ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

મૃતક જયેશ પરમાર સમલૈંગિક સંબંધો રાખતો હોવાથી અનેક યુવકોના સંપર્કમાં હતો. કમલેશને પણ મૃતક જયેશે સમલૈંગિક સંબંધ રાખવાની માગ કરતો હતો. ઘટનાની રાત્રે પણ મૃતકે બળજબરીથી સંબંધ રાખવાનો પ્રયાસ કરતા રોષે ભરાયેલા કમલેશ રોતે જયેશની હત્યા કરી નાખી અને ત્યારબાદ રાજસ્થાન ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: Ahmedabad: ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અભિયાન માટે કોંગ્રેસે મણિપુરથી મગાવી માટી, શક્તિસિંહે કમલમ કુરિયર કર્યો માટી કળશ

હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી મૃતકનો મોબાઈલ FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. જો કે આ હત્યા પાછળ સમલૈંગિક સંબંધો જ કારણ છે કે અન્ય કોઈ કારણોસર હત્યા કરાઈ છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
g clip-path="url(#clip0_868_265)">