AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 વર્લ્ડ કપમાં હિન્દુસ્તાન સામે 61 રને હાર્યા બાદ, પાકિસ્તાનના ક્રિકેટરો એક બીજા પર તુટી પડ્યા, હવે જાહેરમાં કાઢી રહ્યાં છે ભડાસ

T20 વર્લ્ડ કપમાં ભારત સામેની કારમી હાર બાદ, પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં આંતરિક શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ, ટીમના સિનિયર ખેલાડીઓને હાંકી કાઢવા કરેલ નિવેદન બાદ વાત વણસી ગઈ છે. પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાને ભૂતપૂર્વ ખેલાડીઓની ટીકા કરતા કહ્યું કે, જે લોકોએ પણ ક્યારેય વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું નથી તેઓ આજે અમારે શું કરવું તે શિખવે છે, કમસેકમ અમારી ટીમે 2021માં ભારતને હરાવ્યું તો હતું.

T20 વર્લ્ડ કપમાં હિન્દુસ્તાન સામે 61 રને હાર્યા બાદ, પાકિસ્તાનના ક્રિકેટરો એક બીજા પર તુટી પડ્યા, હવે જાહેરમાં કાઢી રહ્યાં છે ભડાસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2026 | 6:14 PM
Share

T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં જેટલા છગ્ગા અને ચોગ્ગા નથી લાગ્યા એટલા, હવે પાકિસ્તાનના ક્રિકેટરો એક બીજા પર ચોગ્ગા અને છગ્ગા મારી રહ્યાં છે. ક્રિકેટનુના મેદાન ઉપર હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવુ વાતાવરણ રહે છે. પરંતુ હવે આ યુદ્ધ પાકિસ્તાની ક્રિકેટરોની છાવણીમાં જ ફાટી નીકળ્યું છે. T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં ભારતના હાથે 61 રનની કારમી હાર બાદ, પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ અને વર્તમાન ખેલાડીઓ વચ્ચે રીતસરનું વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે.

પાકિસ્તાનના સ્ફોટક ક્રિકેટર શાહીદ આફ્રિદીએ, ભારત સામે મેચ હારતા જ એવુ નિવેદન કર્યું હતુ કે પાકિસ્તાનની ટીમમાંથા બાબર, શાહિન અને શાદાબને પડતા મૂકીને નવા યુવા ખેલાડીઓે તક આપવી જોઈએ. આફ્રિદીના આ નિવેદને સમગ્ર પાકિસ્તાનમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભૂકંપ જેવી અશર કરી ગઈ.

T20 WC 2026: ‘ભારત એક સમયે અમારાથી ડરતું હતું’

વાસ્તવમાં, ભારતે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. આ હાર બાદ, ભૂતપૂર્વ પાકિસ્તાની મહાન શાહિદ આફ્રિદીએ કહ્યું કે બાબર આઝમ, શાહીન આફ્રિદી અને શાદાબ ખાન જેવા સિનિયર ખેલાડીઓને તેમના ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાંથી દૂર કરવા જોઈએ.

શાદાબ ખાનને આ ટીકા ગમી નહીં. તેણે શાહિદ આફ્રિદીને વળતો જવાબ આપ્યો કે, આ ભૂતપૂર્વ ક્રિકેટરોએ તેમના સમયમાં ક્યારેય વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું નથી. અમે તો કમસે કમ 2021ના વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું તો હતું.

શાદાબે આફ્રિદી માટે કહેલા શબ્દો પાકિસ્તાનની ટીમના અન્ય સિનિયર ખેલાડીઓને મરચાની જેમ લાગી ગયા. પાકિસ્તાની ક્રિકટરોની ટીકા કરવાની ચર્ચા ત્યાં જ સમાપ્ત નથી થઈ. અન્ય, ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ શાદાબ ખાન સામે શાબ્દિક રીતે તુટી પડ્યા. એકબીજાને સંભળાવતા રહ્યાં છે. પાકિસ્તાની ટીવી ચેનલ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યાં છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર, જે મેચ ફિક્સીગકાંડમાં સંડોવાયેલો હતો તેણે શેખી મારતા કહ્યું હતું કે, અમારાથી ટીમ ઈન્ડિયા ડરતી હતી.

આ નિવેદન બાદ દિગ્ગજ બોલર મોહમ્મદ આમિર અને ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ ભૂતપૂર્વ મહાન ખેલાડીઓની સિદ્ધિઓ પર સવાલ ઉઠાવતા ઓલરાઉન્ડર શાદાબ ખાનના નિવેદનની ટીકા કરી છે.

T20 WC Breaking : સુપર 8 માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી અભિષેક શર્મા સહિત આ 3 ખેલાડીઓ થશે બહાર!

Follow Us
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
g clip-path="url(#clip0_868_265)">