AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અભિયાન માટે કોંગ્રેસે મણિપુરથી મગાવી માટી, શક્તિસિંહે કમલમ કુરિયર કર્યો માટી કળશ

Ahmedabad: પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત દેશભરમાંથી માટી એકત્ર કરવામાં આવી રહી છે. આ માટી દેશ માટે શહાદત વહોરનારા વીરોને સમર્પિત કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે મણિપુરથી માટી મગાવી છે અને શક્તિસિંહ ગોહિલે આ માટીનો કળશ કમલમ કુરિયર કર્યો છે.

Ahmedabad: 'મેરી મિટ્ટી મેરા દેશ' અભિયાન માટે કોંગ્રેસે મણિપુરથી મગાવી માટી, શક્તિસિંહે કમલમ કુરિયર કર્યો માટી કળશ
Narendra Rathod
| Edited By: | Updated on: Oct 27, 2023 | 6:55 PM
Share

Ahmedabad: દેશની આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે સમગ્ર દેશમાં ‘મેરી મિટ્ટી મેરા દેશ’ કાર્યક્રમ આયોજિત કરાયો છે. જે અંતર્ગત શુક્રવારે સમગ્ર ગુજરાત રાજ્યથી એકત્રિત કરવામાં આવેલ માટીના કળશ અમદાવાદમાં લાવવામાં આવ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસે મણીપુરની માટી ગુજરાત મંગાવી છે. મણિપુરથી મંગાવવામાં આવેલ માટીનો કળશ ભાજપ પ્રદેશ કાર્યાલય કુરિયર કરી માંગ કરાઈ છે કે આ માટીને પણ દિલ્હી મોકલવામાં આવે.

કોંગ્રેસે મણિપુરથી માટી મગાવી માટી કળશ કમલમ કુરિયર કર્યો

દેશ માટે બલિદાન આપનાર વીરો માટે સમર્પિત મારી માટી મારો દેશ અભિયાન હેઠળ શહીદોના વતનની માટી સમગ્ર દેશમાંથી લાવી દિલ્હી મોકલવામાં આવનાર છે. ગુજરાતના વિવિધ ગામડાઓથી કળશમાં આવેલ માટી અમદાવાદ રિવરફ્રન્ટ પર શુક્રવારે લવાઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે મણિપુરથી માટી મંગાવી છે. મણીપુરથી મંગાવવામાં આવેલ માટી કળશમાં ભરી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને કમલમ મોકલવામાં આવી છે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના નામથી થયેલ કુરિયરમાં મણિપુરની માટી છે. કોંગ્રેસ ઈચ્છે છે કે સમગ્ર દેશની માટી દિલ્હી અમૃતવન માટે પહોંચી રહી છે તો મણિપુરની માટી પણ જવી જોઈએ. કોંગ્રેસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને અપીલ પણ કરી છે કે તેઓ મણિપુરની માટી દિલ્હી મોકલાવે.

આદિવાસી સમાજ પર અત્યાચાર બંધ થાય: કોંગ્રેસ

મણીપુરથી માટી મંગાવી ભાજપ પ્રદેશ અધ્યક્ષને મોકલવા અંગે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું કે એક રાજ્ય તરીકે ગુજરાત જેટલું જ મણિપુરને મહત્વ મળેલું છે. ત્યારે મણીપુરની માટી પણ દિલ્હીમાં પહોંચવી જોઈએ. હાલ મણીપુરને અશાંત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે, ત્યાં વિગ્રહના કારણે 500 કરતા પણ વધારે લોકોના મૃત્યુ થયા છે. સરકારની નિષ્ફળતાના કારણે આદિવાસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે.

અમે આ માટી મોકલાવી આદિવાસી સમાજ પર થતો અત્યાચાર બંધ થાય એવો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ. રૂબરૂ માટી આપવા જવાને બદલે કુરિયર કરવા અંગે કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું કે હાલની સ્થિતિમાં વિરોધપક્ષની રાજનીતિ સરળ નથી રહી. વડાપ્રધાન કે ગૃહમંત્રી આવવાના હોય ત્યારે જે તે વિસ્તારના કોંગ્રેસ કાર્યકરોને નજરબંધ કરી લેવામાં આવે કરી દેવાય છે. અમે રૂબરૂ જઈએ તો સંઘર્ષ ઉભો થઇ શકે, એને ટાળવા માટે કુરિયર કરાયું છે.

આ પણ વાંચો: Ahmedabad : શિક્ષણ મંત્રીની હાજરીમાં જ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ, આ યોજના વૈકલ્પિક હોવાનો શિક્ષણ મંત્રીનો દાવો

આ તરફ ભાજપના પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ કોંગ્રેસ પર પલટવાર કર્યો. ચાવડાએ જણાવ્યુ કે જ્યારે પણ સારુ કામ થતુ હોય ત્યારે તેમા રોડા નાખવા એ કોંગ્રેસની આદત છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">