AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સુએજ ઇન્ફ્રાસ્ટકચરની વ્યવસ્થાને વૈશ્વિક કક્ષાની બનાવવા World Bankની અમદાવાદને સહાય

અમદાવાદ શહેરમાં સુએજ ઇન્ફ્રાસ્ટ્રકચરના સશકિતકરણની ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને લઇ તથા સુએજ વ્યવસ્થાને આધુનિક તેમજ વૈશ્વિક કક્ષાની ગુણવત્તાયુક્ત બનાવવાના હેતુથી વર્લ્ડ બેન્કની આર્થિક સહાયથી શરૂ કરવામાં આવેલી હતી.

Ahmedabad: સુએજ ઇન્ફ્રાસ્ટકચરની વ્યવસ્થાને વૈશ્વિક કક્ષાની બનાવવા World Bankની અમદાવાદને સહાય
Jignesh Patel
| Edited By: | Updated on: Mar 27, 2023 | 6:20 PM
Share

અમદાવાદ ખાતે ગુજરાત રેઝીલિયન્ટ પાર્ટનરશિપ તેમજ અમદાવાદ રેઝિલિયન્ટ સીચિઝ પ્રોજેક્ટ હેઠળ વર્લ્ડ બેંક દ્વારા વર્કશોપ આયોજિત કરવામાં આવ્યો  હતો.  અમદાવાદ શહેરમાં સુએજ ઇન્ફ્રાસ્ટ્રકચરના સશકિતકરણની ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને લઇ તથા સુએજ વ્યવસ્થાને આધુનિક તેમજ વૈશ્વિક કક્ષાની ગુણવત્તાયુક્ત બનાવવાના હેતુથી વર્લ્ડ બેન્કની આર્થિક સહાયથી શરૂ કરવામાં આવેલી હતી.

ગુજરાત રેઝીલીયન્ટ સીટીઝ પાર્ટનરશીપ-અમદાવાદ રેઝીલીયન્ટ સીટીઝ પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ. જે અંતર્ગત ટોક્યો ડેવલોપમેન્ટ લર્નીંગ સેન્ટર તથા વર્લ્ડ બેન્ક દ્વારા તા. 27  થી 31 માર્ચ 2023 દરમ્યાન ટેકનિકલ નોલેજ એક્સચેન્જ વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું.  આ  વર્કશોપના ઉદ્ઘાટન પ્રસંગે ફેંકુઓકા રોડ એન્ડ સુએજ ધ્યેરાના અધિકારીઓ, ટોકયો ડેવલોપમેન્ટ લર્નીંગ સેન્ટરના પ્રતિનિધીઓ, વર્લ્ડ બેન્ક એકસપર્ટસ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચુંટાયેલી પાંખના પ્રતિનિધીઓ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad: 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવિનીકરણ, સફાઈ અભિયાનમાં 9 ટ્રેક્ટર જેટલો કચરો બહાર કઢાયો

જેમાં અમદાવાદ શહેરના મેયર  કિરીટ પરમાર,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, વોટર સપ્લાય એન્ડ સુઅરેંજ કમિટી ચેરમેન જતીનપટેલ, ગુજરાત સરકારના શહેરી વિકાસ તથા શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્રસચિવ મુકેશ કુમાર, મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન, ડેપ્યુટી મ્યુનિસિપલ કનિશનરે તથા પ્રોજેકટ ડાયરેકટર પ્રવિકા ચૌધરી, વર્લ્ડ બેન્ક પ્રોજેકટ મેનેજર (સાઉથ એશીયા રીજન) સુમિલા ગુલ્યાની, ટાસ્ક ટીમ લીડર  હર્ષ ગોયલ તથા ફુકુઓકા શહેરના રોડ તથા સુએજ યુરોના એક્ઝીક્યુટીવ ડાયરેકટર  તેજી સુગાયા ઉપસ્થિત રહ્ય ાહતા.

ટેકનીકલ નોલેજ એકસચેન્જ વર્કશોપ દરમ્યાન ફુકુોકાના અધિકારીઓ તથા વર્લ્ડ બેન્ક એકસપર્ટસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે અમદાવાદ શહેરના હયાત સુએજ ઇન્ફ્રાસ્ટ્રકચરનો અભ્યાસ તેમજ ડીટેલ વિઝીટ કર્યા બાદ તેના સસ્ટેનેબલ તથા વર્લ્ડ કલાસ ડેવલોપમેન્ટ તેમજ મેન્ટેનન્સ બાબતે ઉડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે.

નોલેજ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ફુકુઓકાના અધિકારીઓ દ્વારા હયાત સુએજ વ્યવસ્થાને સશક્ત કરવા લેજર સીસ્ટમ, સુએજ ઇન્ફ્રાસ્ટ્રકચરના ઓનલાઇન મોનિટરીંગ, ઓપેશન મેનેજમેન્ટ મેટ્રીકસ ઇન્ડેક્ષ, સુએજ સ્લેજ પેલેટ-ફયુલ તથા ખાતરની બનાવટ, હાઇડ્રોજન ગેસ કલેકશન તથા વપરાશ વગેરે બાબતો અંગે વિગતવાર સમજ આપવામાં આવશે.

વર્કશોપના માધ્યમથી થનાર ચર્ચા વિચારણા, આયોજન તથા થનાર અમલીકરણ દ્વારા અમદાવાદ શહેરની સુએજ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવી શકાશે જેનાથી શહેરીજનોની સુખાકારીમાં વધારો થશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">